ઘરેલૂ નુસખાઓ કે મોંઘાદાટ પ્રોડક્ટ્સ પણ થઇ જશે ફૅલ, આ સપ્લિમેન્ટ્સથી મેળવો બેદાગ સ્કિન

Vitamins for a Clear Skin: હોર્મોન્સ, જીનેટિક, હાઇજિનની ઉણપ ઉપરાંત પણ ત્વચા પર એક્ને, ડાઘ કે કરચલીઓની નિશાની પાછળ અનેક કારણો જવાબદાર છે. આ ફેક્ટર્સ તો આપણે કંટ્રોલ નથી કરી શકતા પરંતુ ન્યૂટ્રિશન એક એવી બાબત છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તમારાં ખાનપાનની અસર ત્વચા પર સ્પષ્ટ જોવા મળશે. તેથી જ ત્વચાના પોષણ (varied diet for skin) માટે યોગ્ય વિટામિન્સ લેવા ખૂબ જ જરૂરી છે.

ત્વચાને હેલ્ધી અને એક્ને ફ્રી બનાવી રાખવા માટે દરરોજ અમુક પ્રકારના વિટામિન્સ શરીરમાં જાય તે ખૂબ જ જરૂરી છે. જો કે, મોટાંભાગે આપણે એક જ દિવસમાં બધા જ વિટામિન્સ લઇ શકતા નથી. તેથી જ કેટલાંક વિટામિન સપ્લિમેન્ટ્સ (essential vitamins supplements) છે જે તમે લઇ શકો છો અને ત્વચાને વધતી ઉંમર છતાં હેલ્ધી બનાવી શકો છો.

બેલેન્સ ડાયટ (balanced diet) ઉપરાંત યોગ્ય ન્યૂટ્રિએન્ટ્સની સાથે આ સપ્લિમેન્ટ્સ લેવામાં આવે તો ધાર્યુ પરિણામ મળી શકે છે. જો કે, આ સપ્લિમેન્ટ્સ અગાઉ તમારાં ડોક્ટર કે ડાયટિશિયન સલાહ ચોક્કસથી લો. અહીં ઝાયરોપેથી (Zyropathy)ના ફાઉન્ડર અને હેલ્થ એક્સપર્ટ કમ્યાણી નરેશ (Kamayani Naresh, Health Expert & Founder) ત્વચાને હેલ્ધી રાખવા માટે ક્યા વિટામિન્સ લેવા જોઇએ તે અંગે માહિતી આપી રહ્યા છે.

(સૌજન્યઃ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા) (તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​વિટામિન એ

એક્નેની સમસ્યાને દૂર કરવાની વાત આવે ત્યારે મોટાંભાગના ડર્મેટોલોજીસ્ટ વિટામિન એ (Vitamin A) લેવાની સલાહ આપે છે. વિટામિન એ જેને રેટિનોઇડ્સ (retinoids) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ત્વચા પરથી એક્ને અને તેના ડાઘને દૂર કરવા માટે અકસીર છે. તે સ્કિન સેલ્સમાં સુધાર લાવે છે અને ઓપન પોર્સની સમસ્યાને દૂર રકરે છે. રેટિનોઇડ્સ કોલાજન પ્રોડક્શનને પણ વધારે છે જેથી ભવિષ્યમાં એક્નેની સમસ્યા થવાની ચિંતા પણ દૂર થાય છે.

​વિટામિન બી3

-3

ડર્મેટોલોજીસ્ટ્સ અનુસાર, ત્વચા માટે વધુ એક જરૂરી વિટામિન છે વિટામિન બી3 (Vitamin B3), તેમાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણો રહેલા છે. વિટામિન બી3 અથવા નિઆસિન (niacin) એક્નેની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તે સ્કિનના એક્સ્ટ્રા ઓઇલ પ્રોડક્શનને પણ સંતુલિત કરે છે. એક્નેની સમસ્યા હોય તો તમે આ વિટામિન ચહેરા પર અપ્લાય પણ કરી શકો છો, અથવા ઓરલ સપ્લિમેન્ટ્સ પણ લઇ શકો છો.

વિટામિન સી

મોટાંભાગે સ્કિન એક્સપર્ટ્સ વિટામિન સી (Vitamin C) ત્વચા માટે ફાયદાકારક હોવાની વાત સાથે સહમત થાય છે. વિટામિન સી ત્વચાના ઉપર અને અંદરના લેયરને પણ હેલ્ધી બનાવે છે. વિટામિન સી નવી સ્કિન બનાવવામાં પણ મદદ કરે છે. તેના એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણો ત્વચા પર થતી બળતરાં અને ખંજવાળમાં રાહત આપે છે.

ઝીંક

ઝીંક (Zinc)નું પ્રમાણ શરીરમાં ઓછું થાય તો એક્નેની સમસ્યા વધી જાય છે. તેથી જ યોગ્ય માત્રામાં ઝીંકને તમારાં ડાયટમાં અથવા સપ્લિમેન્ટ્સ તરીકે લેવું જોઇએ. જે લોકોના શરીરમાં ઝીંકની ઉણપ હોય તેઓને એક્નેની સમસ્યા સૌથી વધારે થતી હોય છે. જો કે, ઝીંકના ડોઝ ડોક્ટરની સલાહ બાદ જ લેવાનું શરૂ કરો. તેના વધારે ડોઝથી ઉબકાં, વોમિટિંગ, ડાયરિયા જેવી સમસ્યા થઇ શકે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. અહીં આપેલી માહિતી હેલ્થ એક્સપર્ટ આધારિત છે, જેઓ પણ આ સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરતાં અગાઉ ડોક્ટરની સલાહ લેવાની અપીલ કરી રહ્યા છે. આ માહિતી કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

Source link