ઘરમાં ઘુસી સગીરાને બાંધી મકાન માલિકના પુત્રએ આચર્યુ કુકર્મ!

 

સગીરાને તાવ આવ્યો હતો અને તે સ્કૂલે ગઈ નહોતી. દંપતી મજૂરીકામે ગયુ હતુ અને બે બાળકો સ્કૂલે ગયા હતા. આ તકનો લાભ લઈને મકાન માલિકનો પુત્ર ઘરમાં ઘુસ્યો હતો. તેણે મોબાઈલ ચાર્જ કરવાનું બહાનુ કાઢીને 13 વર્ષની સગીરાના હાથ પગ બાંધીને દુષ્કર્મ (Ahmedabad rape) આચર્યુ હતુ. એ સમયે સગીરાનો નાનો ભાઈ ઘરે આવી ગયો અને જોયુ તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પછી આરોપી ઘર ખોલીને ત્યાંથી ભગી ગયો હતો. સગીરાએ આપવીતી તેના નાના ભાઈને જણાવી હતી.

13 વર્ષની સગીર દીકરીની તબિયત સારી ન હોવાથી તે સ્કૂલે ગઈ નહોતી. આ તકનો લાભ લઈને મકાન માલિકનો પુત્ર તેના ઘરે આવ્યો હતો. આરોપી પોતાનો મોબાઈલ ચાર્જ કરવાનું કહી ઘરમાં ઘુસ્યો હતો. એ પછી તેણે સગીરાને બાંધીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

હાઈલાઈટ્સ:

  • અસલાલીમાં શ્રમજીવી પરિવારની સગીર દીકરી સાથે દુષ્કર્મનો મામલો
  • મકાન માલિકના પુત્રએ સગીરાને બાંધીને બળજબરી કરી કુકર્મ આચર્યુ
  • સગીરાનો ભાઈ આવી જતા મકાન માલિકનો પુત્ર ઘર ખોલીને ભાગી ગયો
અમદાવાદઃ ગુજરાતમાં હવે દીકરીઓ સલામત ન હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અસલાલીમાં એક સગીરાને બંધક બનાવીને મકાન માલિકના પુત્રએ દુષ્કર્મ (Man rape on girl) આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. સગીરા ઘરમાં એકલી હતી ત્યારે મકાન માલિકનો પુત્ર મોબાઈલમાં ચાર્જિંગ કરવાના બહાને ઘરમાં ઘુસ્યો હતો. બાદમાં તેને બંધક બનાવીને કુકર્મ આચર્યુ હતુ. બરાબર એ જ સમયે સીગીરાનો નાનો ભાઈ ઘરે આવી જતા હવસખોર મકાન માલિકનો પુત્ર ઘરમાંથી ભાગી છૂટ્યો હતો. સગીરાના નાના ભાઈએ આ વાતની જાણ તેના પિતાને કરી હતી. બાદમાં અસલાલી પોલીસ સ્ટેશન (Ahmedabad news)માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી મકાન માલિકના પુત્રને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અસલાલીના બારેજામાં રહેતુ પરિવાર ભાડાના મકાનમાં રહે છે. મજૂરીકામ કરીને આ પરિવાર ઘરનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં ત્રણ સંતાન છે. વાત શુક્રવારની છે. પરિવારના લોકો મજૂરી કામે ગયા હતા. જ્યારે બે દીકરાઓ સ્કૂલે ગયા હતા. 13 વર્ષની સગીર દીકરીની તબિયત સારી ન હોવાથી તે સ્કૂલે ગઈ નહોતી. આ તકનો લાભ લઈને મકાન માલિકનો પુત્ર તેના ઘરે આવ્યો હતો. આરોપી પોતાનો મોબાઈલ ચાર્જ કરવાનું કહી ઘરમાં ઘુસ્યો હતો. એ પછી તેણે સગીરાને બાંધીને પોતાની હવસનો શિકાર (Ahmedabad rape)બનાવી હતી. એ સમયે સગીરાનો નાનો ભાઈ ટ્યુશનથી ઘરે આવ્યો હતો.તેણે જોયુ કે ઘર અંદરથી બંધ છે અને તેની બહેનનો રડવાનો અવાજ આવી રહ્યો છે. અચાનક આરોપીએ ઘરનો દરવાજો ખોલ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સગીરાના હાથ પગ બાંધેલા હતા અને તે રડી રહી હતી. નાના ભાઈએ સગીરાના હાથ પગ ખોલીને પૂછતા તેની સાથે દુષ્કર્મ થયુ હોવાની વાત બહાર આવી હતી. દીકરીની તબિયત સારી ન હોવાથી તેના પિતાએ ફોન કર્યો હતો. ત્યારે નાના ભાઈને ફોન ઉપાડ્યો અને ઘટના જણાવી હતી. એ પછી પરિવારે અસલાલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી મકાન માલિકના પુત્રને ઝડપી પાડ્યો હતો. જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી. પોલીસે આ મામલે આરોપીની વધુ પૂરછપરછ હાથ ધરી છે.

Source link