ગ્રીષ્મા મર્ડર કેસ: યુવાનોને ગુનાખોરીથી દૂર રાખવા પાટીદારોએ શરૂ કર્યું અભિયાન

 

સુરત: સુરતમાં (Surat)ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya)ની હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી (Fenil Goyani) હાલ જેલમાં ધકેલી દેવાયો છે પાટીદારોએ શરૂ કર્યું અભિયાન અને તેના પર કેસ ચાલી રહ્યો છે. જોકે, આ ઘટનાએ ખાસ કરીને પાટીદાર સમાજને હચમચાવી નાખ્યો છે. કેમકે, મૃતક ગ્રીષ્મા અને હત્યારો ફેનિલ બંને પાટીદાર સમાજ (Patidar Community)ના છે.પાટીદારોએ શરૂ કર્યું અભિયાન પાટીદાર યુવાનોને ગુનાખોરીના રસ્તે જતા રોકવા માટે હવે પાટીદાર સમાજે અભિયાન શરૂ કર્યું છે.

સુરતના મિની બજારમાં પાટીદાર સમાજના લગભગ 600થી વધુ સભ્યોની ગત સોમવાર સાંજે એક મીટિંગ મળી હતી. જેમાં પાટીદાર યુવાનોને ગુનાખોરીના રસ્તે જતા રોકવા માટેના અભિયાનને લોન્ચ કરાયું હતું. મીટિંગમાં નક્કી કરાયા મુજબ, માતા-પિતા અને યુવાનોમાં જાગૃતિ ફેલાવવા માટે દરેક સોસાયટીમાં મીટિંગ યોજવામાં આવશે. માતા-પિતાને એ અંગે સમજાવાશે કે તેઓ કઈ રીતે તેમના બાળકના વર્તનમાં આવી રહેલા પરિવર્તનને જાણી શકે છે. આ અભિયાનને સોશિયલ મીડિયા પર પણ લઈ જવાશે.

Also Read!.

વિશ્વ હિંદુ પરિષદના સ્થાનિક પ્રમુખ દિનેશ નવાડિયાએ જણાવ્યું કે, ‘સમાજના કેટલાક અગ્રણીઓએ તેમના વિચારો રજૂ કર્યા અને સમાજના આગેવાનોને યુવાનોમાં જોવા મળી રહેલા ખતરનાક ટ્રેન્ડ સામે કામ કરવા પ્રેરિત કર્યા. અમે દરેક સોસાયટીમાં મીટિંગ યોજવાનું નક્કી કર્યું છે, જેથી આવી કોઈ ઘટના ફરી ન બને.’

મીટિંગમાં ઉપસ્થિત કિંજલ ભલાલાએ જણાવ્યું કે, ‘આખી જનરેશનને ખોટા રસ્તે જતી રોકવી એ આપણા બધા માટે મોટો પડકાર બની ગયું છે. આપણે લાંબા સમય સુધી અભિયાન ચલાવવાની જરૂર છે અને તે દરેક ઘરે પહોંચવું જોઈએ.’

સમાજના અગ્રણીઓએ પોલીસ કમિશનર અજય તોમર અને સુરત રેન્જ એડીજીપી રાજકુમાર પાંડિયન સમક્ષ સોમવારે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું. તેમણે હુક્કા બાર, કપલ બોક્સ રેસ્ટોરન્ટ્સ અને અન્ય એવી જગ્યાઓ કે જ્યાં યુવાનો ખરાબ પ્રવૃત્તિઓ કરે છે તેની સામે કાર્યવાહી કરવાની માગ કરી.

Also Read!.

ભલાલાએ કહ્યું કે, ‘આપણે કપલ-બોક્સ રેસ્ટોરન્ટ્સ, હુક્કા બાર અને બીજી એવી જગ્યાઓએ સામે પગલાં લેવાની જરૂર છે. આ અભિયાનને અસરકારક બનાવવા માટે પેરેન્ટ્સને તેમાં જોડવા પડશે.’ નવાડિયાએ જણાવ્યું કે, ‘યુવાન છોકરા અને છોકરીઓમાં આવતા એવા ચોક્કસ પરિવર્તનો કે તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તેના પર પરિવારે નજર રાખવી પડશે. સમયસર પગલાં લેવાથી આવી ઘટના બનતી રોકી શકાય છે.’

સમસ્ત પાટીદાર સમાજ (SPS) દ્વારા પણ સમાજની આવી મીટિંગો આયોજિત કરાશે. એસપીએસના પ્રમુખ વેલજી શેટાએ જણાવ્યું કે, ‘અમે અમારા યુવાનોને બચાવવા માટે અભિયાન શરૂ કર્યુ છે અને હજુ વધુ મીટિંગો આયોજિત કરીશું. અમે પહેલા લોકોની જવાબદારી નક્કી કરીશું કે અમે શું કરી શકીએ અને પછી પોલીસનો રોલ શરૂ થશે. પોલીસ ક્રાઈમને ડિટેક્ટ કરી શકે, પરંતુ માતા-પિતા અને સોસાયટી તેમના બાળકો પર નજર રાખી શકે છે.’

Source link