ગ્રીષ્માનો હત્યારો ફેનિલ કોર્ટમાં જ ઢળી પડ્યો!

સુરતના ચકચારી: ગ્રીષ્મા હત્યા કેસના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી ફેનીલને કોર્ટ સુનાવણી માટે સુરત કોર્ટમાં લવાયો હતો જ્યાં તેની સાથે ન થવાનું થઇ જતા લોકો વિચારમાં પડી ગયા છે. આજે કોર્ટ સુનાવણી દરમ્યાન કોર્ટ રૂમમાં જ આરોપી ફેનિલ ગોયાણી ઢળી પડ્યો હતો. આરોપી ફેનીલને 108 થી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેની તબીયત અંગે ડોક્ટર તપાસ કરી રહ્યા છે.

સુરત(Surat)ના પાસોદરા(Pasodra)માં ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekaria)ની ફેનિલ ગોયાણી(Fenil Goyani) દ્વારા હત્યા કર્યા કરવામાં આવી હતી. જે જાણીને શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનાર ફેનિલ ગોયાણી સામે કેસમાં મંગળવારનાં રોજ ફરિયાદી ગ્રીષ્માનાં ભાઇની આજે જુબાની લેવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટમાં ફેનિલ ગોયાણી કોર્ટમાં બેહોશ થઇ જતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને તપાસતા તેની હાલત સુધારા પર હોવાની જાણકારી સામે આવી છે.

જયારે આ જુબાની દરમિયાન સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ(District Government Attorney) નયન સુખડવાલા(Eye-catching)ની સામે ગ્રીષ્મા વેકરિયાની હત્યા પહેલાનું અને હત્યા પછીનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જયારે ગ્રીષ્માનો નાનો ભાઈ આ તમામ વાત રજુ કરી રહ્યો હતો ત્યારે ભાઇનું દિલ ભરાયું હતું અને તેનો ભાઈ બોલતા ભોલતા રડવા લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટાફેરા કરી ૨૫ થી ૩૦ મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો. ફેનીલે ગ્રીષ્માને પાછળથી પકડી ગળા પર ચપ્પુ મૂકી દેતાં ગ્રીષ્મા મને છોડી દે, મૂકી દે ની બૂમો પાડતી રહી અને ફેનિલ મોટે મોટેથી મને મારવા કોને મોકલેલા તેમ કહીને ચપ્પુથી ગળું કાપી નાંખ્યું હતું.

ત્યારબાદ ફેનીલે હાથની નસ કાપવાનું પણ નાટક કરી મિત્રને ફોન કર્યો હતો. પોલીસે તમામ વિગતોના સીસીટીવી ફૂટેજની સાથે સામ્યતા ચકાસી પુરાવા એકત્રિત કર્યા હતા. અને ગણતરીના દિવસોમાં આ કેસ અંગેની ચાર્જશીટ રજુ કરી દીધી હતી.