ગોલ્ડન ગર્લ બની Goodbye સ્ટાર રશ્મિકા મંદાના, shimmery લહેંગા-ચોલીમાં લાગી બ્યૂટીફૂલ

Rashmika Mandanna in Golden Legenga: સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડમાં તેના ત્રીજા પ્રોજેક્ટમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે એન્ટ્રી કરવા જઇ રહેલી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ હાલમાં જ ફોટોશૂટ કરાવ્યુ છે.

આગામી ફિલ્મ ગુડબાય (Goodbye)ના પ્રમોશનમાં વ્યસ્ત રશ્મિકા તેની ફેશન ચોઇસને લઇને પણ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પ્રમોશનલ ફોટોશૂટ કરાવ્યુ હતું જેમાં એક્ટ્રેસે ગોલ્ડન લહેંગા ચોલી સેટ પહેર્યો છે. રશ્મિકાના આ લૂકને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પર કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે. રશ્મિકાના આ આઉટફિટ ડિઝાઇનર સાવન ગાંધી (designer Sawan Gandhi)ના ક્લોથિંગ લેબલમાંથી પિક કરવામાં આવ્યો છે. જ્યારે તેની સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ લક્ષ્મી લહેરે (Celebrity stylist Lakshmi Lehr) એક્ટ્રેસના લૂકને શિમરી ટચ આપીને વધારે આકર્ષક બનાવી દીધો છે.

(Images: Instagram/ @rashmika_mandanna)

​પ્લન્જિંગ નેકલાઇન અને સ્લિવલેસ ચોલી

રશ્મિકાના આઉટફિટની વાત કરી તો તેની ચોલીમાં પ્લન્જિંગ વાઇડ યુ નેકલાઇન આપવામાં આવી હતી. હેમ લેન્થ પર ક્રોપ સ્ટાઇલ એક્ટ્રેસની મિડરિફને હાઇલાઇટ કરી રહી હતી. આ બ્લાઉઝ સાથે રશ્મિકાએ હેવી સિક્વિન એમ્બેલિશ્મેન્ટ લહેંગા પહેર્યો હતો.

​એ લાઇન સિલૂએટ્સ

આ એ-લાઇન સ્ટ્રેઇટ લહેંગામાં હેવી લેયર્ડ ઘેર આપાવમાં આવ્યો છે જ્યારે હેમલાઇન ફ્લોરલેન્થ રાખવામાં આવી છે. રશ્મિકાએ આ લૂકને શિફોન દુપટ્ટા સાથે કમ્પલિટ કર્યો હતો. જેમાં દુપટ્ટા ઉપર પણ ક્રિસ-ક્રોસ સિક્વિન્સ પેટર્ન જોવા મળે છે. જ્યારે દુપટ્ટાની બોર્ડર પર ગોટા પટ્ટી વર્ક કરવામાં આવ્યું છે.

આ રીતે કમ્પલિટ કર્યો લૂક

રશ્મિકાએ ગોલ્ડન ટ્રેડિશનલ લૂકને સ્ટેટમેન્ટ જ્વેલરી જેમાં કુંદન ઝૂમકી અને રિંગ્સ સાથે ટીમઅપ કર્યો છે. જ્યારે હેરસ્ટાઇલમાં તેણે મેસ્સી પોનીટેલ, નાનકડી બિંદી, સ્મોકી આઇશેડો, મસ્કારા અને લેશિશ ઉપરાંત પિંક લિપસ્ટિકથી કમ્પલિટ કર્યો છે.

Source link