ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસજી બ્રહ્મલીન, પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રખાયો

 

રાજકોટ: ગોંડલ રામજી મંદિરના મહંત અને ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ગુરૂ 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી બાપુ બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો દર્શન માટે ઊમટ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હરિચરણદાસજીએ 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.

અંતિમ દર્શન માટે રખાયો પાર્થિવદેહ, આવતીકાલે અંતિમવિધિ
પ્રાપ્ત માહિતી અનસાર આજે સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવદેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે, જ્યાં આવતીકાલે સવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી હરિચરણદાસજીની તબિયત નાદૂરસ્ત હોવાથી સારવાર ચાલી રહી હતી અને આજે તેમણે અંતિમ શ્વાસ લેતા ભાવિકોમાં શોકનો માહોલ છવાયો છે.

કેટલાક દિવસોથી તબિયત નાદૂરસ્ત હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્તાહે ગોરા આશ્રમથી હરિચરણદાસજી મહારાજ ગોંડલ પધાર્યા હતા. ગોંડલ આશ્રમ ખાતે તેમના રૂમમાં જ આઇસીયુ યુનિટ ઉભો કરવામાં આવ્યો હતો તબિયત નાદૂરસ્ત હોવાથી તેમના દીર્ધાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. જો કે, હવે તેઓ બ્રહ્મલીન થતાં સોમવારે સાંજે ચાર વાગ્યા સુધી ભક્તો ગોંડલ ખાતે અંતિમ દર્શન કરી શકશે.

આવતીકાલે અંતિમવિધિ કરવામાં આવશે.
હરિચરણદાસજી મહારાજે અંતિમ શ્વાસ લેતા રઘુવંશી સમાજ સહિતના સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. થોડા સમય પહેલાં જ બાપુએ 100 વર્ષ પૂર્ણ કર્યા હતા, જેથી સો વર્ષના શતાબ્દી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે ગોરા આશ્રમ ખાતે બાપુની અંતિમવિધિકરવામાં આવશે. ગત સપ્તાહે ગોરા આશ્રમથી હરિચરણદાસજી મહારાજ ગોંડલ પધાર્યા હતા.

Source link