ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન ‘કોક’ પીનારા PI સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા!

અમદાવાદ: હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન કોક પીનારા પીઆઈ સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલા ચીફ જસ્ટીસની કોર્ટમાં ઓનલાઈન સુનાવણીમાં કોક પીનારા પીઆઈ એ એમ રાઠોડ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી રાજ્ય સરકાર તરફથી કોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. આ ત્રણેય પોલીસ કર્મચારીઓ પર એસજી હાઈવે પર આવેલા ગુરુદ્વારા નજીક બે મહિલાઓને મારવાનો આક્ષેપ હતો. જે અંગેની કાર્યવાહીનો તેઓ કોર્ટ સમક્ષ સામનો કરી રહ્યા હતા અને બે કેસમાં તેમને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરાયા હોવાની જાણ કોર્ટને કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટ સમક્ષ માહિતી રજૂ કરાઈ હતી
મીડિયા રિપોર્ટ અનુસાર એસજી હાઈવે નજીક 26 ડિસેમ્બર 2019ના રોજ ટ્રાફિક નિયમના ભંગ બદલ ટ્રાફિક પોલીસ ચોકીના પીઆઈ સહિત બે પોલીસ કોન્સ્ટેબલે બે મહિલા અરજદારોને માર માર્યો હતો. જે મામલો હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે પોલીસ અધિકારી અને અન્ય સામે પગલાં લેવા માટે હુકમ કર્યો હતો. જે સંદર્ભે PI, PSI સહિત એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન DCPનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઘટનાસ્થળથી આસપાસના સીસીટીવી ન હોવાનું કહેવામાં આવ્યું છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સીસીટીવી કાર્યરત ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની ચીફ જસ્ટીસે ગંભીર નોંધ લેતા કયુ છે કે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાર્યરત હોવા જોઈએ. ઉપરોક્ત કેસમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ભાગ્યે જ બને છે પરંતુ આવી એક ઘટનાના લીધે તમામ પોલીસ ફોર્સમને સામાન્ય નાગરિકો એક જ નજરે જોવાનું શરૂ કરી દે છે. ભલે ને રાત દિવસ પોલીસ કર્મચારીઓ સારું કામ કરતા હોય છે.

Source link