ગુજરાતી બિઝનેસમેનની દીકરી છે રાધિકા; આ ખાસિયતના કારણે નીતા અંબાણીએ બનાવી પુત્રવધૂ

Anant Ambani-Radhika Merchant Engagement: ઇશા અંબાણી પિરામલ અને આકાશ અંબાણીના લગ્ન બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્નની રાહ જોવાતી હતી. પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ બાદ હવે લોકોને એ આતુરતા છે કે, અનંત અંબાણીના લગ્ન ક્યારે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં સગાઇ થઇ હતી, જેમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

આ અંગેની જાણકારી રિલાયન્સ ગ્રુપ દ્વારા પ્રેસ રિલિઝ મારફતે આપવામાં આવી હતી. એટલું જ નહીં, અનંત અંબાણી અને રાધિકાની સગાઇ બાદ થયેલી ભવ્ય પાર્ટીની તસવીરો પણ સામે આવી રહી છે. અંબાણી પરિવાર સગાઇની સેરેમની બાદ ધામધૂમથી લગ્નની તૈયારી કરી શકે છે, જો કે હજુ સુધી તેઓના લગ્નની તારીખને લઇ કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

રાધિકા સાથે સગાઇ બાદ અનંત અંબાણીના ચહેરા પર જે ખુશી જોવા મળે છે તેટલી ખુશી અનંતના માતા-પિતા મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના વ્યવહારમાં પણ જોવા મળે છે. શ્લોકા મહેતાને ઘરની મોટી પુત્રવધૂ બનાવ્યા બાદ નીતા અંબાણીએ કેટલીક ખાસિયતોના આધારે જ રાધિકા મર્ચન્ટને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવાનો નિર્ણય કર્યો છે.

(Images: @Instagram/ @radhikamarchantfc)

​કોણ છે રાધિકા મર્ચન્ટ?

રાધિકા મર્ચન્ટ ગુજરાતના મોટાં બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. વીરેન મર્ચન્ટ મૂળ ગુજરાતના કચ્છના રહેવાસી છે, તે ADF ફૂડ્સ લિમિટેડના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હોવાની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઇસ ચેરપર્સન છે. રાધિકાની ચર્ચા આ વર્ષે અંબાણી પરિવાર દ્વારા આયોજિત તેના આરંગેત્રમ સમારંભ દરમિયાન સૌથી વધારે થઇ હતી. અનંત અંબાણી સાથે લગ્ન પહેલાં જ રાધિકાનો અંબાણી પરિવાર સાથે ખાસ સંબંધ જોડાઇ ગયો હતો. તે ઘણીવાર અંબાણી પરિવારના ફેમિલી ફંક્શનમાં પણ જોવા મળતી હતી.

અનંત અંબાણીની સગાઇ પાર્ટીમાં રણબીરનો હાથ પકડી આવી આલિયા; જ્હાનવી, રણવીરની ધાંસૂ એન્ટ્રી

​સાસુ નીતા અંબાણી સાથે બોન્ડિંગ

રાધિકા મર્ચન્ટ પોતાની સાસુ નીતા અંબાણીની ખૂબ જ નજીક છે. આ બંનેની વચ્ચે કમાલની બોન્ડિંગ જોવા મળે છે. લગ્ન-પાર્ટીઓમાં પણ રાધિકાની ઉપસ્થિતિ હોય કે પરિવારના નવા સભ્યો સાથે તેનો પરિચય કરાવવાનો હોય, પરિવારના રીત-રિવાજોમાં પણ રાધિકાને એડજસ્ટ કરવામાં નીતા અંબાણીએ ઘણી મદદ કરી છે. રાધિકા પણ આ મામલે બિલકુલ પાછળ નથી. અંબાણી પરિવારમાં શ્લોકાની માફક તે પણ નાની-મોટી જવાબદારીઓ નિભાવતા જોવા મળે છે.

​ભાભી સાથે કનેક્શન

શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટમાં સગી બહેનોથી પણ વધારે પ્રેમ જોવા મળે છે. રાધિકા હજુ સુધી અંબાણી પરિવારમાં લગ્ન કરીને નથી આવી, પરંતુ શ્લોકાની સાથે તેનું બોન્ડિંગ એવું છે કે, જ્યારે પણ તેઓ એકબીજાં સાથે સમય વિતાવતા હોય ત્યારે શ્વોકા એ વાતનું ધ્યાન રાખે છે કે, રાધિકાને કોઇ પરેશાની ના થાય. તેનું સૌથી મોટું ઉદાહરણ એ સમયે જોવા મળ્યું, જ્યારે દેરાણી-જેઠાણીની આ જોડી મનિષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન શ્લોકા અને રાધિકાએ જે પ્રકારે અંબાણી પરિવારની સાથે સાથે પોતાને રિપ્રેઝન્ટ કરી હતી તે જોતા સ્પષ્ટ હતું કે, આ બંનેની ફ્રેન્ડશિપ સારી છે.

દિયરના લગ્નમાં ઇશા અંબાણી પર ભારે પડી દેરાણીની સુંદરતા, વેડિંગ આઉટફિટ્સ પર કરો નજર

Source link