ગુજરાતમાં દારુબંધીના કાયદામાં સુધારો કર્યા બાદ લિકર પરમિટનું રિજેક્શન વધી ગયું!

 

અમદાવાદ: વર્ષ 2018માં દારુબંધના કાયદામાં નવા સુધારા બાદ તેની સીધી અસર હેલ્થ પરમિટ પર પજી રહી છે. નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં અમદાવાદમાં પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ દ્વારા ઈશ્યુ કરવામાં આવતી હેલ્થ પરમિટની કુલ અરજીમાંથી અંદાજે 15 ટકા અરજી રિજેક્ટ થઈ છે. અહેવાલ અનુસાર 2018થી 2021 સુધીમાં નવી અરજી અને રિન્યુ અને બંને પ્રકારની કુલ 12 હજાર કરતા પણ વધુ હેલ્થ પરમિટની અરજીઓમાંથી 1500 કરતા વવઘુ એરજી કડક ચકાસણીને કારણે રદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

શું છે નિયમ?
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ પ્રોહિબિશન એન્ડ એક્સસાઈઝના સુપરિટેન્ડેન્ટે જણાવ્યા અનુસાર હેલ્થ પરમિટ માટે પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં અરજી કરનાર અરજદારના દસ્તાવેજોની ચકાસણી બાદ તેમના મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે મોકલવામા આવે છે. જ્યાં અરજદારનું મેડિકલ ચેકઅપ થયા બાદ ડોક્ટરો મંજૂરી આપે તેવા લોકોને જ હેલ્થ પરમિટ ઈશ્યુ કરવામાં આવે છે.

નવા કાયદા બાદ લિકર પરમિટ રિજેક્શન વધ્યું
સૂત્રો અનુસાર છેલ્લા 4 વર્ષ સુધીમાં પ્રોહિબિશન વિભાગ દ્વારા નવી અને રિન્યુ માટે કુલ 12417 હેલ્થ પરમિટની અરજીઓ આવી હતી. જેમાંથી 1573 અરજી મેડિકલ અને અન્ય કારણોસર રદ કરવામાં આવી છે. આ મામલે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ કહે છે કે, અરજદારોના દસ્તાવેજો, મેડિકલ રિપોર્ટ્સની યોગ્ય ચકાસણી બાદ મેડિકલ ટેસ્ટ કરાય છે. જો તપાસમાં કોઈ અરજદાર અયોગ્ય છરે તો અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે.

સિવિલ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2018થી 2021 દરમિયાન પ્રોહિબિશન વિભાગ દ્વારા કુલ 5697 નવી હેલ્થ પરમિટની અરજી આવી હતી. જેમાંથી 4756 અરજી મંજૂર કરાઈ હતી, જ્યારે 803 હેલ્થ પરમિટની અરજીઓ રદ કરાઈ છે. હેલ્થ પરમિટની 7894 રિન્યુ અરજીઓમાં 770 રદ થઈ હતી. માત્ર ગયા વર્ષે 2021માં જ હેલ્થ પરમિટની નવી 1730 અરજીમાંથી 398 અને રિન્યુ હેલ્થ પરમિટની 2834માંથી 398 અરજીઓ આરોગ્યની દ્રષ્ટિએ રિજેક્ટ કરાઈ છે.

Source link