ગુજરાતમાં જેલની અંદર પણ મહિલાઓ અસુરક્ષિત! ભુજની પાલરા જેલમાં નાઇજેરિયન મહિલા સાથે દુષ્કર્મનો આરોપ

 

Woman Safety In Gujarat: ગુજરાતમાં એક તરફ મહિલા સુરક્ષાની વાતો થાય છે તો બીજી તરફ જેલમાં બંધ આરોપી સાથે ઉચ્ચ અધિકારીએ દુષ્કર્મ કર્યાના આરોપ સાથે પીડિત ફરિયાદી ગુજરાત હાઈકોર્ટ પહોંચતા મહિલા સુરક્ષાના પોકળ દાવાઓની પોલ ખુલી રહી છે. જોકે આ મામલે પીડિતા દ્વારા મૂકવામાં આવેલા આરોપોની હજુ સુધી કોઈ પુષ્ટી થઈ શકી નથી.

 

પાલરા જેલમાં બંધ નાઈજેરિયન મહિલા કેદીએ આરોપ મૂક્યો કે તેની સાથે જેલ સ્ટાફ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું.

હાઈલાઈટ્સ:

  • જ્યારે સ્થાનિક કોર્ટમાં મહિલાની લેખીત અરજીને કોર્ટે સ્વિકારી નહીં તો તેણે વકીલ મારફક હાઈકોર્ટમાં અપીલ કરી.
  • જોકે મહિલા દ્વારા મૂકવામાં આવેલા આરોપ અંગે હજુ કોઈ કાયદાકીય પુષ્ટી થઈ શકી નથી.
  • પરંતુ જેલ જેવી સંસ્થાના ઉચ્ચ અધિકારી પર આ પ્રકારે પ્રશ્ન ઉઠવો એ પણ મોટી બાબત ગણી શકાય છે.
રાજકોટ: ભુજની પાલારા જેલમાં બંધ 34 વર્ષીય નાઈજીરિયન મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીને આરોપ લગાવ્યો છે કે જેલના કર્મચારી દ્વારા ન્યાયિક કસ્ટડીમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આરોપી સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. ભુજના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેને “પાલારા જેલ પર અધિકારક્ષેત્ર ધરાવતી કોર્ટ”નો સંપર્ક કરવા કહ્યા બાદ અને તેને આ મામલે કોઈ રાહત ન આપતાં મહિલાએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ સાથે તેણે પોતાની અરજીમાં અપીલ કરી છે કે સમગ્ર કેસની તપાસ સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની પણ માંગ કરી હતી.

11 એપ્રિલે જ્યારે તેને ભુજ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી તો તેણે પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કર્યું હતું. મહિલા જાન્યુઆરી 2015માં માન્ય પાસપોર્ટ અને બિઝનેસ વિઝા હેઠળ ભારતમાં આવી હતી. મહિલાના એડવોકેટ દિલીપ જોશીના જણાવ્યા મુજબ પીડિત મહિલા પોતાના દેશમાં વાળની વિગ મોકલવા માટે ભારત આવી હતી. જે બાદ જ્યારે તે વાળના વિગના વેપાર માટે ભુજમાં હતી, ત્યારે 23 ઓક્ટોબર, 2021 ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી કારણ કે મહિલાના વિઝાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હતી અને તે વધુ સમયથી ભારતમાાં રોકાઈ હતી.

તેને ભુજના સંયુક્ત પૂછપરછ કેન્દ્રમાં મોકલવામાં આવી હતી. પાછળથી, 6 ડિસેમ્બર, 2021ના રોજ કચ્છના માધાપર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 465 અને 471 અને પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. 8 ડિસેમ્બર, 2021ના રોજ તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે, મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં તેને પાલારા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં હતી. 23 જાન્યુઆરી, 2022ના રોજ તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

21 એપ્રિલે જ્યારે તેને ભુજના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, ત્યારે તેણે લેખિત અરજી આપી હતી કે તેને જેલના અન્ય બે કર્મચારીઓની મદદથી વરિષ્ઠ જેલ અધિકારી સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવામાં આવ્યું હતું. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એપ્રિલમાં આવું ત્રણ વખત થયું હતું અને તેના બેરેક પાર્ટનરને આ ત્રણેય વખત બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું. તેણીએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે બેરેક પાર્ટનર આ ગુનાનો સાક્ષી છે. હાઈકોર્ટ સમક્ષ તેની અરજીમાં ઉલ્લેખ છે કે, ”અરજદારે તેની લેખિત ફરિયાદ દાખલ કરી હતી જેમાં કોગ્નિઝેબલ પ્રકૃતિના ગુનાનો ખુલાસો કરવામાં આવ્યો હતો, જેને ન્યાયિક આદેશની જરૂર છે પરંતુ ભુજના 2nd એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે એવો આદેશ આપ્યો હતો જે સ્થાપિત ફોજદારી કાયદાનીઅંદર નથી. મહિલાના એડવોકેટ દિલીપ જોશીએ TOIને કહ્યું, ”અમારી પાસે કોઈ ઉપાય નહોતો, તેથી અમે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો. અમે અમારી અરજીમાં અપીલ કરી છે કે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવે અને સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે.”

Source link