ગીર સોમનાથ: PIને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલ ખસેડાયા, SPએ ઉઠાવ્યો સારવારનો ખર્ચ

ગીર સોમનાથ જિલ્લાના એલસીબીના ઈન્ચાર્જ પીઆઈને ઓન ડ્યૂટી બ્રેઈન સ્ટ્રોક આવતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ થતાં એસપી મનોહરસિંહ તાબડતોડ પહોંચી ગયા હતા અને વેરાવળમાં પ્રાઈમરી ટ્રીટમેન્ટ બાદ તેમને સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતા. જ્યાં જિલ્લા પોલીસવડાએ PIની સારવારનો ખર્ચે ઉઠાવાની સાથે સાથે તેમના પરિવારને હિંમત પણ આપી હતી.

 

SP મનોહરસિંહ જાડેજાએ પરિવારના મોભી તરીકેની ભૂમિકા ભજવી

હાઈલાઈટ્સ:

  • ગીર સોમનાથ જિલ્લાના SP મનોહરસિંહ જાડેજાએ પરિવારના મોભી તરીકેની ભૂમિકા ભજવી
  • 32 વર્ષીય LCB ઈન્ચાર્જ PI વીરેન્દ્રસિંહ સોલંકીને 7 એપ્રિલે ફરજ પર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો
  • મગજમાં ડેમેજ હોવાથી રિકવરી માટે બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ: SP મનોહરસિંહ જાડેજા
ગીર સોમનાથ: રાજકોટના પૂર્વ ડીસીપી અને તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના એસપી તરીકે નિયુક્ત થયેલા આઈપીએસ અધિકારી મનોહરસિંહ જાડેડાએ પરિવારના મોભી તરીકે ભૂમિકા ભજવી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના એલસીબીના ઈન્ચાર્જ પીઆઈને ઓન ડ્યૂટી બ્રેઈન સ્ટ્રોક આવતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ થતાં એસપી મનોહરસિંહ તાબડતોડ પહોંચી ગયા હતા અને વેરાવળમાં પ્રાઈમરી ટ્રીટમેન્ટ બાદ તેમને સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતા. જ્યાં જિલ્લા પોલીસવડાએ PIની સારવારનો ખર્ચે ઉઠાવાની સાથે સાથે તેમના પરિવારને હિંમત પણ આપી હતી.

Gir Somnath 2

આ અંગે ગીર સોમનાથના SP મનોહરસિંહ જાડેજાએ iamgujarat.com સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હું 4 એપ્રિલે જિલ્લામાં ફરજ પર હાજર થયો હતો અને લગભગ 6 અથવા 7 એપ્રિલે ઓન ડ્યુટી ઈન્ચાર્જ પીઆઈ એલસીબી વીરેન્દ્રસિંહ સોંલકીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમને વેરાવળ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા પરંતુ લિમિટેડ ફેસિલિટી હોવાથી પ્રાઈમરી ટ્રીટમેન્ટ પછી આઈસીયુ મંગાવવું પડ્યું વિથ કાર્ડિયોલોજિસ્ટ અને પછી રાજકોટની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.

Gir Somnath 1

ટ્રાન્સપોર્ટેશનમાં વધારે ટાઈમ થયો હોવાથી હોસ્પિટલ પહોંચ્યા PIની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. ટ્રીટમેન્ટ બાદ તબિયત સુધારા પર છે હજી થોડો સમય લાગી શકે છે. હાર્ટ અને કિડનીનું ફંક્શનિંગ નોર્મલ છે. મગજમાં નાનુ મોટું ડેમેજ છે. રિકવરી માટે અમે બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ.

Gir Somnath 3

અધિકારીએ ઉમેર્યું કે, તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે જ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમની એક ફેમિલી હિસ્ટ્રી પણ છે જેના કારણે એક દવા પણ ડોક્ટર પાસે ચાલતી હતી. ટ્રીટમેન્ટમાં પોલીસ અધિકારીઓ પણ કોન્ટ્રિબ્યુશન આપ્યું છે. ગર્વમેન્ટમાંથી કોન્ટ્રિબ્યુશન માટે અમે પ્રોસિજર ફોલો કરીશું કારણે કે આટલાથી પૂરું નહી થાય, કારણ કે ખર્ચ હજી વધારે થશે. PI વ્યવસ્થિત રીતે સારા થઈ જાય બસ, ખર્ચની ચિંતા નથી કરતા. વીરેન્દ્રસિંહ 32 વર્ષના જ છે એટલે ખર્ચ નહીં પરંતુ લાઈફ બચી જાય એ જ પ્રાયોરિટી છે.

Source link