ગાંધીનગર નિકિતા હત્યાકેસમાં નવો વળાંક આવ્યો, પતિ-સાસરિયા પર શંકાની સોય

 

Gandhinagar Nikita Murder Case Updates: ગાંધીનગરમાં કડિયા કામ કરવાં આવતાં શખ્સે પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં પ્રણય ત્રિકોણ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહારમાં આવ્યું છે. મૃતકના ભાઇને તેના જીજાજી પર શંકા જતાં સાસરિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

 

20 વર્ષીય નિકિતાની ઘરમાંથી જ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી- ફાઈલ તસવીર

હાઈલાઈટ્સ:

  • ગાંધીનગરના બોરીજ ગામે ઘરમાંથી પરિણીતાની હત્યા કરાયેલી લાશ મળી
  • મૃતક નિકિતાના ભાઈ કિશને જીજાજીએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી
  • પોલીસે ફરિયાદ નોંધીને ફરાર હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે
ગાંધીનગર: બોરીજ ગામની 20 વર્ષીય યુવતીના હત્યાકેસમાં રહસ્ય ઘેરાયું છે. તેના સાસરિયાઓએ દાવો કર્યો હતો કે નિકિતા ઠાકોરની હત્યા તેમના ઘરમાં ઘૂસી આવેલા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે યુવતીના પરિવારનો આરોપ છે કે નિકિતાની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હતી, જેમને તેના પર સંબંધ હોવાની શંકા હતી.

નિકિતાના ભાઈ કિશન દ્વારા શનિવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેણે પોલીસને કહ્યું, મને મારા સાળા રાહુલનો ફોન આવ્યો કે નિકિતા મરી ગઈ છે. જ્યારે મેં હોસ્પિટલમાં તેનો મૃતદેહ જોયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેના માથા, જડબા અને ગરદન પર ઈજાઓ હતી. તેણીના નાકમાંથી પણ લોહી નીકળતું હતું. તેણીના સાસરિયાઓએ મને કહ્યું કે નજીકના મંદિરમાં રહેતો એક મજૂર રાજુજી ઘરમાં ઘુસ્યો હતો. તેઓએ કહ્યું કે તેઓએ તેને સવારે 3 વાગ્યે ઘરની બહાર નીકળતો જોયો હતો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો.

જોકે કિશને કહ્યું કે તેને રાહુલ સહિતના સાસરિયાઓએ તેની બહેનની હત્યા કરી હોવાની શંકા છે. પોલીસે કહ્યું કે મહિલાઓ પરિવાર સાથે સૂતી હોવાથી ઘરમાં કોઈ ઘૂસીને હત્યા કરે તેવી શક્યતા ઓછી છે. પોલીસ ફરાર રાજુજીને શોધી રહી છે અને હત્યામાં પતિ સહિતના સાસરિયાઓની સંડોવણી છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના બોરીજ ગામે પરિણીતાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં કડિયા કામ કરવાં આવતાં શખ્સે પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં પ્રણય ત્રિકોણ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહારમાં આવ્યું છે. મૃતકના ભાઇને તેના જીજાજી પર શંકા જતાં સાસરિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. હાલમાં પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Source link