ગર્લફ્રેન્ડ Ishani Johar સાથે લગ્નના બંધનમાં બંધાયો Rahul Chahar, ગોવામાં પરિવારજનોની હાજરીમાં લીધા ફેરા!

 

ભારતીય ક્રિકેટર રાહુલ ચહર (Rahul Chahar) બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 પહેલા પોતાની લોન્ગટાઈમ ગર્લફ્રેન્ડ અને ફિયાન્સી ઈશાની જોહર (Ishani Johar) સાથે લગ્નના તાંતણે બંધાયો હતો. અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં રાહુલ ચહર અને ઈશાની જોહરે લગ્નના સાત વચન લીધા હતા. લગ્ન સમારોહ ગોવામાં દરિયાકિનારે યોજાયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, શનિવારે કપલનું રિસેપ્શન યોજાવાનું છે. રાહુલ ચહર અને ઈશાની જોહરની
સગાઈ 2019માં થઈ હતી. રાહુલ ચહરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લગ્ન તેમજ પ્રી વેડિંગ ફંક્શનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. લગ્નનાં ઈશાની જોહરે સ્કાય બ્લૂ કલરનો લહેંગો પહેર્યો હતો તો રાહુલે સફેદ શેરવાની, સાફો અને ઈશાનીના લહેંગા સાથે મેળ ખાતો ખેસ હાથમાં રાખ્યો હતો.

રાહુલ ચહરે તેના લગ્ન દરમિયાનની તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં ઈશાની જોહર સાથે ફેરા લેતો જોવા મળી રહ્યો છે, તો એક તસવીરમાં સુંદર લગ્નમંડપ અને બહારનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. તસવીરોની સાથે તેણે લખ્યું છે ‘અવર હેપિલી એવર આફ્ટર’

રાહુલ ચહર તેની દુલ્હનિયાને લેવા માટે વિન્ટેજ કારમાં ગયો હતો. તો ઈશાની જોહર માટે તેના પિતા બેસ્ટમેન બન્યા હતા. આ તસવીરો શેર કરીને ક્રિકેટરે લખ્યું છે ‘એકબીજાના પૂરક અને પૂર્ણ બન્યા. આ દિવસને ખાસ બનાવવા માટે અમારા પરિવાર અને મિત્રોનો આભાર માનીએ એટલો ઓછો છે. આ સિવાય ગોવામાં વેડિંગ ડ્રિમને પૂરું કરવા માટે આખી ટીમનો આભાર’.

રાહુલ ચહરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સિવાય લગ્નનો વીડિયો પણ શેર કર્યો છે. જે ખૂબ જ સુંદર છે. આ વીડિયોની સાથે લખ્યું છે ‘પરિકથાઓનું અસ્તિત્વ નથી હોતું, જ્યારે પ્રેમ જીતે છે ત્યારે પર્ફેક્ટ લવ સ્ટોરી બને છે’

રાહુલ ચહરે ઈશાની જોહર સાથેની હલ્દી સેરેમનીની પણ તસવીરો શેર કરી છે. જેમાં કે પીળા કૂર્તા, સફેદ ધોતી અને કોટીમાં જોવા મળી રહ્યો છે તો ઈશાનીએ યલ્લો અને સફેદ કલરનો લહેંગો પહેર્યો છે. તસવીરોની સાથે લખ્યું છે ‘આ બધું પ્રેમ, હાસ્ય અને ખૂબ બધુ પીળા રંગ વિશે છે’

રાહુલ ચહર, જે જુલાઈ 2021થી ઈન્ટરનેશનલ ક્રિકેટ નથી રમ્યો તેને પંજાબ કિંગ્સે આઈપીએલની 15મી સીઝન માટે ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સે ચહરને 5.25 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો.

Source link