ગમે તેવી ખાંસીમાં આ કફ સિરપ ના પીતા; ઉક્ઝેબિસ્તાનમાં અત્યાર સુધી 18 બાળકોના મોત

Uzbekistan Cough Syrup Raw, Latest Update: શિયાળામાં ખાંસી થવી ખૂબ જ સામાન્ય બાબત છે, ખાંસી થવા પર ઘણીવાર આપણે માર્કેટમાંથી કફ સિરપ લાવીને પી લેતા હોઇએ છીએ. પરંતુ જ્યારે એક સામાન્ય કફ સિરપ પીવાથી કોઇનું મોત થઇ જાય તો તે ચિંતાનો વિષય છે. ઉક્ઝેબિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry of Uzbekistan, cough syrup death) આરોપ લગાવ્યો છે કે, અહીં ભારતીય દવા કંપની મેરિયન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ (Marion Biotech Pvt Ltd) દ્વારા ખાંસી માટે તૈયાર કરવામાં આવતા ઔષધિય સિરપ પીવાથી ઓછામાં ઓછા 18 બાળકોના મોત થયા છે.

TOI રિપોર્ટ અનુસાર, 21માંથી 18 બાળકોએ ડોક-1 મેક્સ સિરપ (Dok-1 Max syrup) પીધી હતી, ત્યારબાદ તેઓને શ્વાસની ગંભીર બીમારી થઇ અને તેઓના મોત થયા છે. આ સિરપને કંપનીની વેબસાઇટ પર શરદી અને ફ્લૂના લક્ષણોના ઉપચાર તરીકે દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સિરપના એક બેચમાં ઝેરી એથિલિન ગ્લાઇકોલ (ethylene glycol) હતું.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​Ethylene Glycol શું છે?

Ethylene-Glycol-

સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, એથિલિન ગ્લાઇકોલ એક કમ્પાઉન્ડ છે, જે અનેક પ્રોડક્ટ્સમાં જોવા મળે છે. તે એન્ટીફ્રિઝ, હાઇડ્રોલિક બ્રેક લિક્વિડ પ્રોડક્ટ્સ, સ્ટેમ્પ પેડ ઇન્ક, બોલપોઇન્ટ પેન, સોલ્વેન્ટ્સ, પેઇન્ટ પ્લાસ્ટિક અને બ્યૂટી પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ દવાઓમાં પણ થઇ શકે છે. એથિલિન ગ્લાઇકોલ સ્વાદમાં મીઠું હોય છે.

​Ethylene Glycolના સાઇડ ઇફેક્ટ્સ

Ethylene-Glycol-

CDC અનુસાર, જો ભૂલથી અથવા જાણીજોઇને તેનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં વિષાક્ત કમ્પાઉન્ડમાં તૂટી જાય છે. તેના ઝેરી તત્વો મધ્યસ્થ ચેતાતંત્ર (Central nervous system)ને નુકસાન પહોંચાડી શકે છે, ત્યારબાદ તે હૃદય અને છેલ્લે કિડનીને પ્રભાવિત કરે છે. એટલું જ નહીં, તેના વધારે પડતાં સેવનથી વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.

સામાન્ય તાવમાં દવા લેનાર સાવધ થઇ જાવ, ICMRએ જણાવ્યા ગેરફાયદા; બચવા માટે કરો ઘરેલૂ ઉપાય

​ડોક્ટરની સલાહ છે જરૂરી

ઘણીવાર લોકો માર્કેટમાંથી કફ સિરપ ખરીદીને પી લેતા હોય છે અથવા બાળકોને પણ આપી દેતા હોય છે. આ પ્રથમ વખત નથી જ્યારે સિરપ પીવાથી કોઇનું મોત થયું હોય. ડોક્ટર અને એક્સપર્ટ હંમેશા કફ સિરપના મામલે સતર્ક રહેવાની સલાહ આપે છે. આ વખતે પણ કંઇક આવું જ થયું છે. રિપોર્ટ અનુસાર, બાળકોને ડોક્ટરની સલાહ વગર ઘરે જ સિરપ આપવામાં આવી હતી.

શરદી-ખાંસીમાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ બની શકે છે જીવલેણ, WHOએ જાહેર કર્યુ લિસ્ટ

​ડોઝનું રાખો ધ્યાન

ડોક્ટર હંમેશા દવાની માત્રાનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપતા હોય છે. આ દવાઓમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે, તેથી તેના વધારે ડોઝ સ્વાસ્થ્ય માટે જોખમી પણ બની શકે છે. રિપોર્ટ અનુસાર, બાળકોને વધારે માત્રામાં દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો.

​ગામ્બિયામાં 70 બાળકોના મોત

-70-

થોડા મહિના અગઉ પણ આવા જ સમાચાર આવ્યા હતા, જેમાં ગામ્બિયા દેશમાં દિલ્હી સ્થિત મેડેન ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી શરદી-ખાંસીની સિરપ પીવાથી ઓછામાં ઓછા 70 બાળકોના મોત થયા હતા.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link