ખાંભાના લાપાળા ડુંગર પર 300 વીઘા વિસ્તાર આગની ઝપેટમાં, સિંહ સહિત પ્રાણીઓ પર જોખમ!

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આપેલા લાપાળા ડુંગર પર લાગેલી આગ વિકરાળ બની છે. 24 કલાક વિત્યા હોવા છતાં આ આગ કાબૂમાં આવી નથી. આ ડુંગરની બાજુમાં મિતિયાળા ગીર જંગલની બોર્ડર પણ આવેલી છે. આ વિસ્તારને સિંહ તથા દીપડાનું ઘર માનવામાં આવે છે. અંદાજીત 300 વીઘા કરતા વધુ વિસ્તારમાં આ આગ લાગી છે. તેના કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હાઈલાઈટ્સ:

  • આગની ગંભીરતાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પોતે બનાવ સ્થળે પહોંચી ગયા હતા
  • વન વિભાગના 300 જેટલા અધિકારી તથા કર્મચારીઓની મદદ લેવામાં આવી રહી છે
  • નોંધનીય છે કે આગની ઘટના શુક્રવારે બપોરે બની હતી પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી

ખાંભાના લાપાળા ડુંગર પરની આગ વિકરાળ બની

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આપેલા લાપાળા ડુંગર પર લાગેલી આગ વિકરાળ બની છે. 24 કલાક વિત્યા હોવા છતાં આ આગ કાબૂમાં આવી નથી. આ ડુંગરની બાજુમાં મિતિયાળા ગીર જંગલની બોર્ડર પણ આવેલી છે. આ વિસ્તારને સિંહ તથા દીપડાનું ઘર માનવામાં આવે છે. અંદાજીત 300 વીઘા કરતા વધુ વિસ્તારમાં આ આગ લાગી છે. તેના કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

fire on mountain2

આગની ગંભીરતાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પોતે બનાવ સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત તેમની સાથે ધારી નાયબ કલેક્ટર તથા ચારથી વધુ મામલતદારોની ટીમો પણ પહોંચી હતી. કલેક્ટર વહેલી સવારે ચાર વાગ્યા સુધી રોકાયા હતા. આગે મોટું સ્વરૂપ ધારણ કરતાં વન વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલા, પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અમરેલી એમ ત્રણ ડિવિઝનની મદદ લેવી પડી હતી.

fire on mountain3

આ આગ મિતિયાળા અભ્યારણ નજીક લાગી હતી અને તેમાં વન વિભાગના 300 જેટલા અધિકારી તથા કર્મચારીઓની મદદ લેવામાં આવી રહી છે. આ આગના કારણે વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચ્યું છે કે નહીં તે અંગે પણ સ્કેનિંગ શરૂ કરાયું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામડાના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.

fire on mountain4

નોંધનીય છે કે આગની ઘટના શુક્રવારે બપોરે બની હતી પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. અંતે જિલ્લા કલેક્ટરે ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને જેના કારણે વન વિભાગ પણ દોડતો થયો હતો. જોકે, ત્યાં સુધી આગ વિકરાળ બની હતી અને તેને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ આગથી વન્ય પ્રાણીઓને કોઈ નુકસાન ન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ વન વિભાગ માટે સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Source link