ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરની પત્ની ફેશનેબલ લૂક્સના કારણે ચર્ચામાં, જૂઓ ગ્લેમરસ તસવીરો

Bangladeshi Cricketer Shakib al Hasan Wife Umme Ahmed Shishir: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ મેચ આ ગુરૂવારે એટલે કે, 22 ડિસેમ્બરના રોજ રમાશે. આ મેચ મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમાં યોજાશે, જેમાં હાલ ભારત 1-0થી આગળ છે. આ બીજી ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ છે જેમાં ભારત પોતાના નામે જીત કરવા માટે કોઇ કસર નહીં છોડે. જો આ મેચ ડ્રો પણ થશે તેમ છતાં ભારતના નામે જ જીતને તાજ રહેશે. ભારત-બાંગ્લાદેશની આ ક્રિકેટના અંતે શું થશે તે તો સમય આવતા જ ખ્યાલ આવશે, પરંતુ આ મેચ અગાઉ બાંગ્લાદેશના ક્રિકેટર સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની વાઇફ ચર્ચામાં આવી ગઇ છે.

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ મેચની ચર્ચા વચ્ચે લોકો ગૂગલ પર ટેસ્ટ ફોર્મ કેપ્ટનની પત્નીની તસવીર સર્ચ કરવામાં લાગી ગયા. જેમાં શાકિબની પત્ની ઉમ્મી અહમદ શિશિરની સુંદરતાના લોકો કાયલ થઇ રહ્યા છે. આ ક્રિકેટરની વાઇફની ફેશન સેન્સ, સુંદર ચહેરો અને પરફેક્ટ ફિગર કોઇ સુપર મોડલથી કમ નથી.

(Images: Instagram/ @shishir_75)

​સૂટમાં અહેમદ શિશિરની સ્ટાઇલ

શાકિબની પત્ની ઉમ્મી અહેમદની આ તસવીરમાં તેણે ટ્રેડિશનલ આઉટફિટ્સને આકર્ષક રીતે કૅરી કર્યો છે. ગ્લેમરસ દેખાવાની સાથે સાથે આ બ્યૂટી ફેશન ટ્રેન્ડ્સની પણ સારી સમજ ધરાવે છે. એટલું જ નહીં, તે એ પણ સારી રીતે જાણે છે કે, તેના ઉપર કેવા રંગ વધારે સારા લાગશે. એટલે જ તો બ્લૂ એન્ડ વ્હાઇટ કોમ્બોવાળા આ અટાયરમાં તે પરફેક્ટ દેખાય છે.

​વેલ્વેટનો સૂટ

પોતાની બ્યૂટીને ફ્લોન્ટ કરવા માટે ઉમ્મીએ વેલ્વેટ ફેબ્રિકથી તૈયાર કરવામાં આવેલો સૂટ પહેર્યો હતો, આ એક પ્રકારે થ્રી પીસ સૂટ હતો જેનું કલર કોમ્બિનેશન તો ક્લાસી હતું સાથે જ તેની સ્ટાઇલ પણ આકર્ષક હતી. આ ડ્રેસની સાથે શિશિરે ગોલ્ડ સ્ટડેડ ડ્રોપ ડાઉન ઇયરિંગ્સ પહેર્યા હતા અને તેની સાથે વાળને મિડલ પાર્ટેડ સ્ટાઇલમાં રાઉન્ડ ઓફ કર્યા છે.

ટ્રેડિશનલ ડ્રેસમાં ગ્રેસફૂલ લૂક

ઉમ્મી અહેમદ ટ્રેડિશનલ આઉટફિટ્સને વધારે પસંદ કરે છે. ગ્રેસફૂલ, એલિગન્ટ અને ક્લાસી દેખાવા માટે તેણે એમારલ્ડ ગ્રીન કલરના ડ્રેસ પહેર્યા છે. આ આઉટફિટમાં વી-નેકલાઇન સાથે સ્લિવ્સને રેગ્યુલર લૂકમાં રાખવામાં આવી હતી. આ લૂકને કમ્પલિટ કરવા માટે તેણે હાથમાં ગોલ્ડન બેન્ગલ્સ પહેર્યા હતા.

​સિમ્પલ ડ્રેસમાં લાગી કમાલ

અહેમદ શિશિરનું ઇન્સ્ટાગ્રામ ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે, તેમાંથી કેટલીક તસવીરોમાં તે વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળી રહી છે.

મોડલ રહી ચૂકી છે ઉમ્મી શિશિર

શિશિર એક સોફ્ટવેર એન્જીનિયર છે અને તેણે મોડલિંગનું કામ પણ કરેલું છે. તેણે ટીવી કોમર્શિયલ્સમાં કામ કર્યુ છે. શિશિરે 12 ડિસેમ્બર 2012ના રોજ શાકિબ અલ હસન સાથે લગ્ન કર્યા હતા.

Source link