ક્રિકેટર સાથે લગ્ન કર્યા બાદ મુશ્કેલ થઈ ગયું છે Sakshi Dhoniનું જીવન? રોજિંદા પડકારો વિશે જણાવ્યું!

 

ક્રિકેટરની પત્ની હોવું સરળ વાત નથી. કેમેરાનું ધ્યાન સતત તમારા પર છે, મીડિયામાં તમારો ઉલ્લેખ થતો રહે છે અને ટુર્નામેન્ટના કારણે લાંબા સમય સુધી તેમનું પરિવારથી દૂર રહેવુ તે રોજીંદા જીવનને અસર કરે છે. સાક્ષી ધોની, (Sakshi Dhoni) જેણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) સાથે લગ્ન કર્યા છે, તેણે હાલમાં ક્રિકેટરોની પત્નીઓએ જે પડકારોનો સામનો કરવો પડે છે, તેના વિશે વાત કરી હતી. જ્યારે ધોની ટીમમાં રમતો હતો ત્યારે સાક્ષી ઘણીવાર તેની સાથે કંપની આપવા જતી જોવા મળી હતી. ક્રિકેટરની પત્નીના જીવન અને જેઓ અન્ય વ્યવસાયમાં છે, તેમની વચ્ચેની સરખામણી કરતા સાક્ષીએ તે વાતને હાઈલાઈટ કરી હતી કે, તેમના પતિ તણાવ મુક્ત રહે તે માટે તેમણે કેટલું ધ્યાન રાખવું પડે છે. ‘અમને ગર્વ થાય છે, કારણ કે તેઓ ત્યાં છે જ્યાં તેમને લાખો લોકોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેવા સ્પોર્ટ્સમાં છે જેને લોકો પસંદ કરે છે, ખાસ કરીને ભારતમાં’, તેમ સાક્ષી ધોનીએ 8મી માર્ચે, મહિલા દિવસ પર ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) દ્વારા તેની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કહ્યું હતું.

‘સામાન્ય રીતે લગ્ન બાદ તમારું જીવન બદલાઈ જાય છે અને તમારો પતિ ઓફિસ જાય છે. પરંતુ અમારા પતિ સ્પોર્ટ્સમાં છે. તેથી મને લાગે છે કે તમારે તે પ્રમાણે ઢળવુ પડે છે અને બદલાવુ પડે છે, જે રીતે તેઓ તમારી પાસેથી આશા રાખે છે’.

સેલિબ્રિટી માટે પ્રાઈવસી એ મોટો પડકાર છે. સાક્ષી ધોની માટે પણ આવુ જ કંઈક છે. વીડિયોમાં તેણે તે સ્વીકાર્યું હતું કે, જ્યારે તેઓ મિત્રો સાથે બહાર જાય છે અથવા સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરે છે તેમને સહેજ પણ પ્રાઈવેટ સ્પેસ મળતી નથી.

રોહિત શર્માએ ખરીદી ટીમ ઈન્ડિયાની જર્સીના રંગની લક્ઝરી કાર Lamborghini Urus, કરોડોમાં છે કિંમત
‘તમને પ્રાઈવેટ સ્પેસ મળતી નથી. કેટલાક લોકો કેમેરાની સામે કમ્ફર્ટેબલ હોય છે અને કેટલાક નથી હોતા. ખાસ કરીને લોકોની સામે, તેઓ તમને જજ કરે છે, ખાસ કરીને જ્યારે તમે ક્રિકેટરના પત્ની હો. જો તમે મિત્રો સાથે ફરવા જાઓ તો પણ તેઓ તમારી વાતો કરે છે’, તેમ તેણે કહ્યું હતું.

જણાવી દઈએ કે, એમએસ ધોની અને સાક્ષીના લગ્ન 4 જુલાઈ, 2010માં થયા હતા. તેમને ઝીવા નામની એક દીકરી પણ છે. ઝીવા પણ ઘણીવાર પેવેલિયનમાં બેસીને પપ્પાને મેચ દરમિયાન ચીયર કરતી જોવા મળે છે.

Source link