‘ક્રિકેટમાં ઈગોની કોઈ જગ્યા નથી, કોહલીએ ભૂલવું પડશે કે તે ‘વિરાટ’ છે, ત્યારે રનનો વરસાદ થશે’

 

નવી દિલ્હીઃ આ વર્ષે IPLમાં ગુજરાતની નવી બનેલી ટીમની સાથે રોહિત શર્માની ટીમ અને તેના પોતાના પરફોર્મન્સ અને વિરાટ કોહલીના પ્રદર્શનની પણ ચર્ચાઓ થઈ રહી છે. આખરે રન મશીનને થયું છે શું તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મહાન સુનીલ ગાવસ્કરથી લઈને RCBના કોચ સંજય બાંગર પણ પોતાનો મત રજૂ કરી ચુક્યા છે. ખુદ કોહલીએ પણ આ અંગે ઘણી વખત ચર્ચા કરી છે, પરંતુ રિઝલ્ટમાં કોઈ સુધારો થયો નથી. આ મુદ્દા પર અમારા સહયોગી નવભારત ટાઈમ્સે વિરેન્દ્ર સેહવાગના ગુરુ એનએન શર્મા સાથે વાત કરી હતી. જેમાં તેમણે કોહલીની ભૂલોને વિસ્તાર પુર્વક જણાવીને કોચ તરીકે કોહલીને કમબેકનો મંત્ર પણ આપ્યો હતો.

સૌથી પહેલા વિરાટની સમસ્યા શું છે?

1. ક્રોસ બેટઃ કોચ શર્માએ સૌથી પહેલા વિરાટ કોહલીની સમસ્યા પોઈન્ટ આઉટ કરીને જણાવ્યું કે, તેમને જુઓ કે તેઓ ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને ક્રોસ બેટથી રમે છે. તમે જોયું હશે કે આ રીતે ડ્રાઈવ લગાવીને આસાનીથી આઉટ થઈ રહ્યા છે. ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર તેઓ સારા શોર્ટ રમતા હતા, પરંતુ હાલ તે એમની નબળાઈ બની ગઈ છે.

2. વન સાઈડેડ શોટઃ વિરાટ કોહલી સાથે હાલમાં જે મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે તે વન સાઈડેડ શોટ છે. સતત આવું કરવું તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

3. બોટમ હેન્ડનો વધારે ઉપયોગઃ કોહલી એ પ્લેયર્સમાં જોડાઈ રહ્યા છે, જેઓ બોટમ હેન્ડ બેટિંગ કરે છે. તેઓ શોર્ટ રમવા માટે બોટમ હેન્ડનો વધારે ઉપયોગ કરે છે. આ વાત કોઈનાથી છૂપાયેલી નથી.

પહેલા જ બોલ પર શોર્ટની કોશિશ, શું આ ઈગો પર આવી ગયું છે?

તેમણે કહ્યું, સ્પોર્ટ્સમાં વખતે ઈગો ના આવવો જોઈએ. મને નથી લાગુતં કે કોહલીને કોઈ ઈગોની સમસ્યા છે. હા, પહેલા બોલ પર જ શોર્ટ મારવો સમસ્યા છે. તેમણે સ્ટમ્પની બહાર જતા હોલને છેડવાથી બચવું જોઈએ. અથવા શરુઆતમાં આવા બોલ છોડી દેવાની જરુર છે.

શું કોહલીનું ફોર્મ પાછું આવશે?

આ સવાલના જવાબમાં સેહવાગના ગુરુએ જણાવ્યું કે, “સૌથી પહેલા તો વિરાટ કોહલીએ ભૂલવું જોઈએ કે તેમનો કેટલો રેકોર્ડ છે. તેમણે ફ્રેશ સ્ટાર્ટ કરવું જોઈએ. આવું સેહવાગ સાથે પણ થયું હતું ત્યારે મે તેમને કહ્યું હતું કે બેટા તમે અત્યાર સુધી જે કર્યું છે તે ભૂલી જાવ. ભૂલોને સમજો અને તેના હિસાબે એક ફ્રેશ સ્ટાર્ટ કરો. તેમને આમ કર્યું અને પછી રન પણ બનાવ્યા. બસ આવું જ કોહલીને કહેવા માગીશ. તેમણે ક્રોસ બેટ છોડવું પડશે, કારણ કે હાલ આ શોર્ટ તેમના માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. બોટમ હેન્ડના બદલે ટોપ હેન્ડનો ઉપયોગ કરે, આમ કરવાથી વિરોધી ટીમને આશ્ચર્ય થશે, કારણ કે તેઓ જૂના કોહલી માટે તૈયારી કરીને આવ્યા હશે, જેમની નબળાઈ બોટમ હેન્ડ છે. અને સૌથી મહત્વની વાત ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને ત્યાં સુધી નથી રમવાનો કે જ્યાં સુધી ફરી વિશ્વાસ ના આવી જાય.”

140-145 kmp બોલ પર પગની મુવમેન્ટ.. આ બધી કહેવાની વાતો છે

બેટિંગ વખતે પગની મુવમેન્ટ પર તેમણે કહ્યું, “જુઓ હું આ બાબતે સંયોગ નથી રાખતો. જ્યારે બોલ 135 kpm કરતા ઝડપી ગતિથી આવે તો બેટ્મેનને એટલો સમય જ નથી મળતો કે તે પગની મુવમેન્ટ કરી શકે. આજે તો IPLમાં 140-145 kpmની ગતિથી બોલર બોલિંગ કરી રહ્યા છે. જે લોકો કોમેન્ટ્રીમાં બોલે છે અથવા લખે છે તે અંગે હું એટલું જ કહીશ કે તે કહેવું સરળ છે, પરંતુ કરવું મુશ્કેલ છે. આમ કહેનારાને બેટ આપીને એ સ્પીડમાં બોલ નાખીને ટેસ્ટ કરાવી શકાય છે. હકીકત આપોઆપ સામે આવી જશે.”

સચીનથી કેમ અલગ છે વિરાટ કોહલીનો કેસ?

આ અંગે તેમણે કહ્યું કે, “જુઓ દરેક વ્યક્તિ સચિન નથી બની શકતી. સચિને સમય પર પોતાની બેટિંગમાં બદલાવ કર્યો છે. સચિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કવર ટ્રાઈવ લગાવવાનું છોડી દીધું હતું, પરંતુ કોહલી આમ નથી કરી શકતા. તે જે સ્ટેજ પર છે ત્યાં મુશ્કેલીઓ આવે છે. સમય લાગે છે, પરંતુ તેઓ ખામીઓ પર કામ કરે અને ડિસિપ્લિન ઈનિંગ્સ પછી તમે જોશો કે જે શોર્ટ પર તેઓ આઉટ થઈ રહ્યા છે તેના પર જ રન બનાવશે.”

Source link