Sports
oi-Balkrishna Hadiyal
નવી દિલ્હી : વર્લ્ડકપમાં ભુંડી હાર થયા બાદ ભારતીય ક્રિકેટમાં ખલબલીનો માહોલ છે અને સતત મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે તમામ ઘટનાઓ વચ્ચે કેટલાક મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો પાસેથી મળતા સમાચાર પર ભરોસો કરીએ તો વનડે અને ટી20 ક્રિકેટમાં રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવાઈ શક છે.
બીસીસીઆઈના સુત્રો પાસેથી આવી રહેલા સમચાર અનુસાર, શ્રીલંકા સામે યોજાનારી ટી20 સીરિઝ માટે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવાઈ શકે છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી મુંબઈમાં સીરિઝની શરૂઆત થશે. ત્રણ ટી20 મેચની આ સીરિઝમાં બીજો મુકાબલો પુણે અને ત્રીજો મુકાબલો રાજકોટમાં યોજાશે. રોહિત શર્મા હજુ અંગુઠાની ઈજાથી પરેશાન છે.
મળતી વિગતો અનુસાર હજુ એ સાફ નથી કે રોહિત શર્મા ટી20 ક્રિકેટ ટીમની કપ્તાની છોડશે કે કેમ? જો કે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ તેના માટે અઘરી પડશે તે નક્કી છે. હાલ બીસીસીઆઈએ પણ કમીટિને બરખાસ્ત કરી છે અને નવી કમીટિ પણ કેટલાક ફેરફાર કરી શકે છે. બીસીસીઆઈના સુત્રો અનુસાર, આ બાબત એપેક્સ કાઉન્સિલના એજન્ડામાં સામેલ નથી કરાઈ. માત્ર પસંદગી સમિતિ જ કેપ્ટનશિપ અંગે નિર્ણય લઈ શકે છે.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપે આઈપીએલમાં ગુજરાતને વિજેતા બનાવવામાં મોટી ભુમિકા ભજવી હતી. ત્યારબાદ તે સમયે સમયે ભારતીય ટીમની પણ કેપ્ટનશીપ સંભાળતો રહ્યો છે. હવેના સંજોગોમાં હાલ કોઈ ટીમમાં રોહિત શર્માની જગ્યા લઈ શકે એમ હોય તો તે માત્ર રોહિત શર્મા છે. રોહિત પણ હાલ ઈજાના કારણે પરેશાન છે અને ટીમમાંથી બહાર છે.
અહીં એ પણ ધ્યાને લીધા જેવી બાબત છે કે, આવતા વર્ષે ODI વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે અને વર્ષમાં માત્ર 6 T20 મેચો જ રમાવાની છે. રોહિત T20 વર્લ્ડ કપ 2024ની રેસમાં પણ નહીં હોવાનુ જાણકારો કહે છે. તે ટી20 ફોર્મેટને અલવિદા કહી શકે છે.
English summary
This player can become the captain of the T20 team in place of Rohit Sharma
Story first published: Thursday, December 22, 2022, 13:21 [IST]