કોરોના વાયરસના કયા બે સબ વેરિઅંટે ચીનની વધારી મુશ્કેલીઓ એ WHOએ જણાવ્યુ

World

oi-Manisha Zinzuwadia

|

Google Oneindia Gujarati News

Corona’s Sub Variants: કોરોના વાયરસના કેસો ચીનમાં ફરીથી વધતા આખી દુનિયા ચિંતામાં છે. વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ કોરોનાના બે સબ વેરિઅંટ BA.5.2 અને BF.7એ સૌથી વધુ સંક્રમણના કેસો વધાર્યા છે. ચીનમાં કોરોના કેસોના વધારા માટે આ જ બે સબ વેરિઅંટ જવાબદાર છે.

ચીનમાં આ બે વેરિયન્ટ્સ સિવાય ચીનમાં બીજો કોઈ મોટો વેરિઅન્ટ નથી જેનાથી મહામારી વધી હોય. 1 ડિસેમ્બર, 2022 પછી 2000થી વધુ લોકોના સેમ્પલના જીનોમ સિક્વંસિંગ કરવામં આવ્યુ હતુ ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ વાયરસ ઈવોલ્યુશન (TAG-VE) એ ચીનમાં સંક્રમણને લઈને આ માહિતી આપી છે. તેના દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઓમિક્રોનના બે વેરિઅન્ટ, BA.5.2 અને BF.7 સૌથી વધુ લોકોમાં જોવા મળ્યા છે. આ બંને વેરિઅન્ટના લગભગ 97.5 ટકા કેસ ચીનમાં છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ચીનમાં કોરોનાનો કોઈ નવો વેરિઅંટ જોવા મળ્યો નથી અને દેશમાં સંક્રમણના કારણે કેટલા લોકોના મોત થયા છે તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી ડાયરેક્ટર માઈક રાયને કહ્યુ કે ચીન દ્વારા આપવામાં આવેલા આંકડા હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા કરતા ઓછા છે. હૉસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા, આઈસીયુમાં દાખલ અને કોરોનાથી મૃત્યુઆંક ઓછો જણાવવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનમાં કોરોનાના કારણે લોકોના જીવન પરના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHO દ્વારા કહેવામાં આવ્યુ છે કે બૂસ્ટર અને વેક્સિન ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેની મદદથી લોકોને હૉસ્પિટલમાં દાખલ થવાથી બચાવી શકાય છે, ગંભીર બીમારી અને કોરોનાથી થતા મૃત્યુને રોકી શકાય છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં પણ BF.7 વેરિઅન્ટના ચાર કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં આ પ્રકારના ચાર કેસ નોંધાયા છે, જેણે લોકોની ચિંતા વધારી છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં કોરોનાના સબ-વેરિઅન્ટ BF.7ના ચાર કેસ નોંધાયા છે. મહત્વની વાત એ છે કે આ ચેપગ્રસ્ત લોકોમાંથી 3 એક જ પરિવારના સભ્યો છે. આ લોકો હાલમાં જ અમેરિકાથી પરત ફર્યા છે. મુસાફરોમાં એક બ્રિટિશ નાગરિક પણ છે જે કુઆલાલંપુરથી ઑસ્ટ્રેલિયા થઈને પશ્ચિમ બંગાળ પહોંચ્યો હતો. તે બિહારના બોધગયા જવાની હતી પરંતુ હાલમાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

English summary

These 2 sub variant of coronavirus are responsible for spread says WHO.

Source link