કોરોનાઃ ગુજરાતમાં કેસમાં વધારો, 162 નવા કેસ નોંધાયા અને બેના મોત

Corona Cases in Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ ગઈ કાલની તુલનામાં આજે કેસમાં વધારો નોંધાયો છે. જોકે, મૃત્યુઆંકમાં વધારો નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 162 નવા કેસ નોંધાયા છે જે ગઈ કાલની તુલનામાં 45 વધારે છે. સોમવારે રાજ્યમાં કોવિડ-19ના 117 નવા કેસ નોંધાયા હતા.

 

ગુજરાતમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળો નોંધાયો છે

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે અને હાલમાં 1647 એક્ટિવ કેસ છે જેમાં 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે
  • રાજ્યમાં અત્યાર સુધી 12,10,211 લોકોએ કોરોનાને હરાવ્યો છે જ્યારે 10,932 લોકોના મોત થયા છે
  • કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાના કારણે રાજ્ય સરકારે કોરોના નિયંત્રણોમાંથી મુક્તિ આપી દીધી છે
ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ ગઈ કાલની તુલનામાં આજે કેસમાં વધારો નોંધાયો છે. જોકે, મૃત્યુઆંકમાં વધારો નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 162 નવા કેસ નોંધાયા છે જે ગઈ કાલની તુલનામાં 45 વધારે છે. સોમવારે રાજ્યમાં કોવિડ-19ના 117 કેસ નોંધાયા હતા. 333 દર્દીઓ સાજા થયા છે અને બે દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોવિડ-19ના કેસ સતત ઘટી રહ્યા હોવાના કારણે જ સરકાર દ્વારા હવે રાજ્યમાં માસ્ક સિવાયના કોરોનાના તમામ નિયંત્રણોમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. જોકે, હજી માસ્કમાંથી મુક્તિ આપવામાં આવી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે અને હાલમાં 1647 એક્ટિવ કેસ છે જેમાં 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી 12,10,211 લોકોએ કોરોનાને હરાવ્યો છે જ્યારે 10,932 લોકોના મોત થયા છે. એક દિવસમાં 31,552 લોકોએ વેક્સિન લીધી છે અને અત્યાર સુધી 20,48,651 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. ગુજરાતમાં વેક્સિન લેનારાઓની કુલ સંખ્યા 10,30,15,365 પર પહોંચી ગઈ છે.

ગુજરાતમાં એક દિવસમાં 45 કેસનો વધારો થયો છે જેમાં ચાર જગ્યાએ બે આંકડાના કેસ નોંધાયા છે. સોમવારે ફક્ત અમદાવાદ અને વડોદરા શહેરમાં જ બે આંકડામાં કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 64 કેસ નોંધાયા છે અને 157 દર્દીઓ સાજા થયા છે. જ્યારે વડોદરા શહેરમાં 14, બનાસકાંઠામાં 12 અને કચ્છમાં 11 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક-એક મોત નોંધાયું છે.

રાજ્યમાં અમરેલી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ અને સાબરકાંઠામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, જામનગર અને સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાયો છે.

Source link