કોંગ્રેસ નેતા કૈલાસદાન ગઢવી AAPમાં જોડાયા, ઈસુદાને ટોપી પહેરાવીને કર્યું સ્વાગત!

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટો ચાલી રહ્યો છે. તેમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે, કારણે કે, કોંગ્રેસના સીનિયર નેતા કૈલાસદાન ગઢવી રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આપ નેતા ઈસુદાન ગઢવીએ તેમને ટોપી પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઢવીએ તાજેતરમાં જ કોંગ્રેસ નેતાગીરીની ટીકા કરી હતી અને પાર્ટી છોડી રહ્યાનો સંકેત આપ્યો હતો. આ પૂર્વે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના બે કોર્પોરેટર સહિતના અગ્રણીઓ કોંગ્રેસનો હાથ છોડીને ઝાડું પકડ્યું છે.

આપમાં જોડાયા બાદ કૈલાસદાને મીડિયાને જણાવ્યું કે, આજે એક નવી ઈનિંગ રમવા જઈ રહ્યો છું. જીવનમાં ચેન્જ બહું સહેલું નથી હોતું. અને ચેન્જ સાથે જેઓ ખરા અર્થમાં છેવાડા માનવીની ભલાઈ જોડાયેલી હોય તો એ ચેન્જ સ્વીકારવાની તૈયારી મે કરી છે. ગુજરાત હમેશા રાજનીતિની પ્રયોગશાળા રહી છે અને સતત 27 વર્ષથી એક અહંકારી સરકાર ગુજરાતમાં સત્તા પર છે. સંબોધન દરમિયાન કૈલાસદાને રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્યને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Kailash Gadhvi Join AAP 1

મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા વ્યવયાસે સીએ કૈલાસદાન ગઢવીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને કોંગ્રેસ છોડવાનો સંકેત આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવના કારણે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની નેતાગીરી રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહેતા સૌથી વધુ નુકસાન જમીન સાથે જોડાયેલા અને રાત દિવસ મહેનત કરતા કાર્યકરોને થાય છે. હવે બહુ થાક લાગ્યો છે ચાલો કઈંક નવું કરીએ’.

ત્યારબાદ કૈલાસદાન ગઢવીએ દિલ્હી ખાતે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની મુલાકાત લીઘી હતી અને હવે તેઓ કોંગ્રેસ છોડીને આપમાં જોડાઈ ગયા છે. રવિવારે આપના ચૂંટણી ઈન્ચાર્જ ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં ગઢવી સાથે કોંગ્રેસના અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે.

Source link