Business
oi-Hardev Rathod
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાકી GST અનુદાન માટે રૂપિયા 17,000 કરોડની રકમ જાહેર કરવામાં આવી છે. એપ્રિલથી જૂન મહિનાની આ રકમ 24 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવી છે. 17,000 કરોડની આ રકમ સાથે સાથે સરકાર દ્વારા વર્ષ 2022-23માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં કુલ 1,15,662 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.
બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથેની પ્રિ-બજેટ મિટિંગ બાદ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રને GST સબસિડી તરીકે રૂપિયા 2000 કરોડ મળ્યા છે. કેગના ઓડિટ બાદ હજુ પણ મહારાષ્ટ્ર રાજ્યને 13,000 રૂપિયા બીજા મળશે.
નાણા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલથી જૂન 2022ના સમયગાળા માટેના બાકી GST વળતર માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂપિયા 17,000 કરોડની રકમ જાહેર કર્યા છે. વર્ષ 2022-23 અત્યાર સુધીમાં રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર કરાયેલા વળતરની કુલ રકમ 1,15,662 કરોડ રૂપિયા છે.
નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓકટોબર, 2022 સુધી કુલ સેસ કલેક્શન માત્ર રૂપિયા 72,147 કરોડ છે અને બાકી રૂપિયા 43,515 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા તેના પોતાના સંસાધનોમાંથી બહાર પાડવામાં આવે છે. આ પ્રકાશન સાથે કેન્દ્ર સરકારે અગાઉથી રાજ્યોને વળતરની ચુકવણી માટે ઉપલબ્ધ માર્ચ એન્ડ સુધી આ વર્ષે એકત્રિત થવાની અંદાજિત સેસની સંપૂર્ણ રકમ જાહેર કરી છે.
આ નિર્ણય રાજ્યોને તેમના સંસાધનોના સંચાલનમાં મદદ કરવા અને નાણાકીય વર્ષ દરમિયાન તેમના કાર્યક્રમો ખાસ કરીને મૂડી પરનો ખર્ચ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવે તેની ખાતરી કરવા માટે લેવામાં આવ્યો હતો.
નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષે મે મહિનામાં પણ કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-મે 2022 ના સમયગાળા માટે રાજ્યોને કામચલાઉ GST વળતર તરીકે રૂપિયા 86,912 કરોડ જાહેર કર્યા હતા. આમ છતાં GST વળતર ભંડોળમાં માત્ર રૂપિયા 25,000 કરોડ હતા. તેના પોતાના સંસાધનોમાંથી આશરે રૂપિયા 62,000 કરોડના ભંડોળની વ્યવસ્થા કરી હતી.
English summary
Central government announced 17000 crore GST grant for states, know who got how much?
Story first published: Friday, November 25, 2022, 20:13 [IST]