કેનેડાના વીઝા માટે 5 લાખની માંગણી કરી પતિએ પત્નીને માર મારી તરછોડી દીધી

 

અમદાવાદઃ ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય મહિલાએ રવિવારે તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ દ્વારા તેને માર મારીને (Husband thrashed wife) તરછોડી દેવામાં આવી. પતિ કેનેડામાં વર્ક પરમીટ વીઝા માટે એજન્ટને પાંચ લાખ રૂપિયા ચૂકવવા માગતો હોવાથી પત્ની પાસે રુપિયાની માંગણી કરી હતી. પતિએ પત્નીને તેના પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવવા માટે વાત કરી હતી. પત્નીએ આ વાતનો ઈનકાર કર્યો તો ઉશ્કેરાયેલા પતિએ તેને માર મારીને તરછોડી દીધી હતી. મહિલાએ ગઈ 30 જાન્યુઆરીના રોજ ચાંદખેડામાં (Ahmedabad) રહેતા યુવક સાથે લગ્ન કર્યા હગતા. આ બંનેના બીજા લગ્ન હતા. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

મહિલાએ કરેલી ફરિયાદ મુજબ, તેના પતિની પત્નીનું ગયા વર્ષે કોરોનાકાળ દરમિયાન દીકરીને જન્મ આપતી વખતે મૃત્યુ થયુ હતુ. આ પહેલાં મહિલાએ 2017માં ગાંધીનગરમાં રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા અને એક વર્ષ પછી છૂટાછેડા લીધા હતા. બીજા લગ્ન કર્યા બાદ તે ચાંદખેડામાં તેની સાસરીમાં રહેવા માટે આવી હતી. તેનો પતિ કેનેડાના વર્ક પરમીટ વીઝા મેળવવા માટે તૈયારી કરી રહ્યો હતો. મહિલાએ કરેલી ફરિયાદ મુજબ, તેના પતિએ દારુ પીવાની શરૂઆત કરી હતી અને કહ્યું કે, કેનેડામાં ગયા પછી આની જરૂર પડશે એટલે પ્રેક્ટિસ કરી રહ્યો છે.

પતિએ દારૂ પીવાનું શરૂ કરતા પત્નીએ તેને ટોક્યો હતો. જે બાદ તેના પતિએ તેને માર માર્યો હતો. તેનો પતિ કેનેડામાં સ્થાયી થવા માગતો હોવાથી તેણે પત્નીને તેના પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવવા માટે કહ્યું હતું. ત્યારે પત્નીએ કહ્યું કે, તેના માતા-પિતા આ રકમ આપવા માટે સક્ષમ નથી. આ વાતથી ઉશ્કેરાયેલા પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી અને પછી રવિવારે તેના માતા-પિતાના ઘરે મૂકી આવ્યો હતો. આખરે કંટાળીને પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરીને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Source link