કેનેડાના ટોરોન્ટોમાં થયેલા અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ | many Indian students lost life In an major auto accident in Toronto

 

ટોરોન્ટો, 14 માર્ચ : કેનેડાના ટોરોન્ટો શહેરમાં એક મોટો માર્ગ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે, જેમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું હતું કે, 13 માર્ચ શનિવારના રોજ ટોરોન્ટો નજીક એક ઓટો અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા.

 

accident

 

આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સભ્યો આ લોકોના પરિવારના સંપર્કમાં છે અને શક્ય તમામ મદદ કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર આ રોડ અકસ્માતમાં હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમારના મોત થયા છે. મૃતકની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. તમામ મૃતક વિદ્યાર્થીઓ ગ્રેટર ટોરોન્ટો અને મોન્ટ્રીયલના છે.

આ અકસ્માત શનિવારની સવારે લગભગ 3.45 કલાકે હાઇવે 401 પર થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આવા સમયે આ દુર્ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Source link