કીવમાં એક રહેણાંક ઈમારત પર રશિયાન સેનાના રૉકેટથી હુમલો, યુક્રેની અભિનેત્રી ઓક્સાના શ્વેત્સનુ મોત | Ukrainian actor Oksana Shvets died in Russian rocket in kyiv

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો આજે 23મો દિવસ છે અને રાજધાની કીવ સહિત યુક્રેનના ઘણા શહેરો પર રશિયાના હુમલા હજુ પણ ચાલુ છે. તમામ પ્રયાસો છતાં પણ રશિયાની સેનાનુ આક્રમણ ઓછુ નથી થઈ રહ્યુ પરંતુ આ દરમિયાન રાજધાની કીવમાં રશિયાની સેનાએ એક રહેણાંક ઈમારત પર રૉકેટથી હુમલો કર્યો છે. આ હુમલામાં યુક્રેનની અભિનેત્રી એક્સાના શ્વેત્સનુ મોત થઈ ગયુ છે.

 

Oksana Shvets

 

ઓક્સાનાના ગ્રુપે કરી મોતની પુષ્ટિ

ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર મુજબ ઓક્સાનાના મોતની પુષ્ટિ તેમના અમુક નજીકના એક યંગ ગ્રુપ થિયેટરે કરી છે. એક અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કીવમાં એક રહેણાંક ઈમારત પર રૉકેટથી હુમલો થયો છે. આ હુમલામાં યુક્રેનની એક ટેલેન્ટેડ અભિનેત્રી ઓક્સાના શ્વેત્સનુ દર્દનાક મોત થઈ ગયુ છે.

યુક્રેનના સર્વોચ્ચ સમ્માનથી સમ્માન હતી ઓક્સાના

ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટસ મુજબ ઓક્સાનાની ઉંમર 67 વર્ષની હતી અને યુક્રેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી દિગ્ગજ કલાકારોમાંની એક હતી. તેમની એક્ટીંગ માટે તેમને યુક્રેનના સર્વોચ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવી હતી. 10 ફેબ્રુઆરી, 1955ના રોજ જન્મેલી શ્વેત્સને ઈવાન ફ્રેંકો થિયેટર અને કીવ સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઑફ થિયેર આર્ટ્સમાં થિયેટર સ્ટુડિયોથી પોતાની ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ યંગ થિયેટરમાં કામ ઉપરાંત શ્વેત્સે ટર્નોપિલ મ્યૂઝિક એન્ડ ડ્રામા થિયેટર અને કીવ થિયેટર સાથે પણ કામ કર્યુ હતુ.

10 દિવસ પહેલા એક અન્ય એક્ટરનુ પણ થઈ ચૂક્યુ છે મોત

તમને જણાવી દઈએ કે યુક્રેનમાં ગયા સપ્તાહની અંદર આ બીજા કલાકારનુ મોત રશિયાના હુમલામાં થયુ છે. આ પહેલા લગભગ 10 દિવસ પહેલા રશિયાના ગોળીબારમાં યુક્રેનના નામી કલાકાર પાશા જંગનુ મોત થઈ ગયુ હતુ. પાશાએ યુદ્ધના મેદાનમાં હથિયાર ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ રશિયન સેનાના ગોળીબારમાં તેઓ માર્યા ગયા હતા. યુક્રેનના ઈરપિન વિસ્તારમાં તેમનુ મોત થયુ હતુ.

 

Source link