કાળા અંડરઆર્મ્સથી પરેશાન? ઘરગથ્થુ ઉપાયથી મેળવો છુટકારો!

 

સુંદર દેખાવું દરેકની ઈચ્છા હોય છે. સૌથી પહેલા તો શારીરિક સુંદરતા તરફ જ નજર પડતી હોય છે. જોકે, ચહેરા ઉપરાંત પણ શરીરની કેટલીક જગ્યા એવી હોય છે. જેની સ્વચ્છતા તરફ ઘણીવાર લોકો અને ખાસ કરીને મહિલાઓ ઉદાસીનતા સેવતી હોય છે. અંડરઆર્મ્સની સ્વચ્છતાને અવગણવી ભૂલભરેલું છે. કોઈને પણ અંડરઆર્મ્સ કાળા હોય તે નથી ગમતું. મોટાભાગની ભારતીય સ્ત્રીઓ આ સમસ્યા સાથે ઝઝૂમતી હોય છે. કાળા અંડરઆર્મ્સના કારણે ઘણીવાર શરમજનક પરિસ્થિતિમાં મૂકાવું પડે છે તો કેટલીકવાર મનગમતા આઉટફીટ પણ પહેરી શકાતું નથી.

તમારે જાણવું જરુરી છે કે, જ્યારે પણ તમે ઘરે હોવ છો ત્યારે અંડરઆર્મ્સ પરેશાન નથી કરતા પરંતુ ઘરની બહાર પગ મૂકતાં જ કોઈ પાર્ટીમાં પણ આઉટફીટ પહેર્યા હોય ત્યારે કાળા અંડરઆર્મ્સ તમને પરેશાન કરી શકે છે. આ તમારી ઈમેજ પણ બગાડી શકે છે. જોકે, કાળા અંડરઆર્મ્સના કારણે તમારે ગભરાવાની જરુર નથી કે કોઈ ડોક્ટરની પણ જરુર નથી. ઘરે જ રહેલી કેટલીક વસ્તુઓના ઉપયોગથી તેમજ ઘરગથ્થુ ઉપચારથી તમે કાળા અંડરઆર્મ્સથી છૂટકારો મેળવી શકો છો.

​બેકિંગ સોડા

બેકિંગ સોડા એક એવી વસ્તુ છે જે લગભગ દરેક જ ઘરમાં સરળતાથી મળી આવે છે. બેકિંગ સોડા અંડરઆર્મ્સને સ્વચ્છ કરવા માટે સૌથી ઉપયોગી વસ્તુ છે. તમારે માત્ર બેકિંગ સોડાને પાણી સાથે ભેળવીને એક પાતળી પેસ્ટ બનાવવી પડશે. જે પછી આ પેસ્ટને સ્ક્રબ કરીને તમારા અંડરઆર્મ્સ પર અઠવાડિયામાં બે વાર લગાવવી પડશે. સ્ક્રબિંગ કરીને તમારે હુંફાળા પાણીથી ધોઈ નાખવું પડશે. જેથી તમને ઉત્તમ પરિણામ જોવા મળશે.

​નારિયળનું તેલ

કોકોનટ ઓઈલ એટલે કે નારિયળનું તેલ પણ સમગ્ર ભારતમા ખૂબ જ પ્રસિદ્ધ છે. આ તેલના અઢળક ફાયદાઓ છે અને સૌથી વધુ વિશ્વસનિય સાબિત થયું છે. કુદરતી રીતે નારિયળનું તેલ સ્કિન એજન્ટ તરીકે કામ કરે છે. આ ઉપરાંત નારિયળના તેલમાં વિટામીન ઈનું પ્રમાણ પણ ભરપૂર હોય છે. નારિયળના તેલને દરરોજ અંડરઆર્મ્સ પર સવાર અને સાંજ નિયમિત બે ટાઈમ ઘસવાનું છે. પંદર મિનિટ માલિશ કર્યા પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

​એપલ સિડર વિનેગર

એપલ સિડર વિનેગર માત્ર વજન ઘટાડવામાં જ મદદરુપ થાય તેવું નથી. એપલ સિડર વિનેગર મૃતકોષને પણ દૂર કરે છે તેમજ તેમાં મિલ્ક એસિડ હોય છે. જે ત્વચા માટે પણ કુદરતી ક્લિન્ઝર સાબિત થતા હોય છે. એપલ સિડર વિનેગર તેમજ બેકિંગ સોડાને બે ચમચી જેટલો મિક્સ કરો અને અંડરઆર્મ્સ પર પાંચ મિનિટ માટે રાખી મૂકો અને ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઈ નાખો.

​ઓલિવ ઓઈલ

સામાન્ય રીતે પ્રાચીન જમાનામાં સ્ત્રીઓ ઓલિવ ઓઈલનો ખૂબ જ ઉપયોગ કરતી હતી. જેના કારણે તેમની સુંદરતા પણ વધતી હતી. આધુનિક સદીમાં પણ ઓલિવ ઓઈલનો બહોળો ઉપયોગ થાય છે. એક ચમચી બ્રાઉન સુગર સાથે એક ચમચી ઓલિવ ઓઈલને મિક્સ કરો. બસ તૈયાર છે તમારી ઘરગથ્થુ પેસ્ટ. આ પેસ્ટને બે મિનિટ સુધી અંડરઆર્મ્સ પર ઘસો અને થોડીવાર સુધી રાખી મૂકો. સ્વચ્છ અને હૂંફાળા પાણીથી તેને ધોઈ નાખો. દરરોજ આ પ્રક્રિયા અનુસરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે.

​લિંબૂ

લિંબૂ કુદરતી રીતે બ્લિચિંગ એજન્ટ તરીકે કામ કરે છે. અડધા લિંબૂને અંડરઆર્મ્સ પર ઘસો જે પણ જગ્યાએ કાળા કુંડાળાઓ દેખાતા હોય. દરરોજ ન્હાવા જતા પહેલા બેથી ત્રણ મિનિટ સુધી અંડરઆર્મ્સ પર ઘસો. તમને થોડા જ દિવસમાં ફેરફાર જોવા મળશે.

Source link