કલામ સેન્ટર ગુજરાતની ટીમ દ્વારા નિરાધાર બાળકો અને મહિલાઓ માટે કલામ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી

Kalam center gujarat

કલામ સેન્ટર ગુજરીતની ટીમ દ્વારા નિરાધાર બાળકો અને મહિલાઓ માટે કલામ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી

 

Kalam center gujarat
કલામ સેન્ટર ગુજરીતની ટીમ અને હેવન ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ નિરાધાર બાળકો અને મહિલાઓ માટે કલામ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી. આ કાર્ય હેવન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વંદના તોમર અને કલામ સેન્ટર ગુજરાતના અન્ડર સેક્રેટરી કરણ ચાવડા, કાર્યકર્તા વિશ્વા ચાવડા, કુશલ મિસ્ત્રી અને જયદીપ વાડદોરીયાને કારણે શક્ય બન્યું છે.
 

 

કલામ લાઈબ્રેરી વિશે:

 
ડૉ. એપીજે અબ્દુલ કલામનું સપનું હતું કે ભારતના દરેક યુવાનને પુસ્તક તેમજ જ્ઞાનનો અધિકાર મળવો જોઈએ. તેમની ઈચ્છા મુજબ દેશના ખૂણે ખૂણે ફ્રી લાઈબ્રેરી હોવી જોઈએ. કલામ લાઈબ્રેરી પ્રોજેક્ટ (KLP) ડૉ. કલામજીની આ અધૂરી ઇચ્છા પર આધારિત છે. તેની સ્થાપના શ્રીજનપાલ સિંહ દ્વારા કરવામાં આવી હતી, જેઓ ઘણા વર્ષોથી ડૉ. કલામના નજીકના સલાહકાર અને સહ-લેખક હતા. જે હાલમાં કલામ સેંટરના સીઈઓ છે. આ મિશનનો ઉદ્દેશ્ય યુવાનોને જ્ઞાન સાથે સશક્ત કરવાનો છે, જેથી તેઓને ખ્યાલ આવે કે જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે.
 

HIVગ્રસ્ત બાળકીઓ માટે કલામ લાઇબ્રેરીનો પ્રારંભ થયો

 
અત્યાર સુધીમાં 14 રાજ્યો (દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, બિહાર) માં 450 થી વધુ પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવી છે. ભારતના ગામડાઓ, વસાહતો, સરકારી શાળાઓ, બાળ સુધાર ગૃહ, અનાથાશ્રમો અને મદરેસામાં પુસ્તકાલયો ખોલવામાં આવ્યા છે. આ પુસ્તકાલયો લગભગ 500000 બાળકોને જ્ઞાનની શક્તિ પ્રદાન કરે છે.