કચ્છ ફરવા જવા ઈચ્છતાં લોકોની મુસાફરી થશે વધુ સુગમ, પહેલી જૂનથી અમદાવાદ-ભુજ વચ્ચે શરૂ થશે ફ્લાઈટ

 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે વિધાનસભાને માહિતી આપી હતી કે, રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ (VGF) યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ 1 જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. ગુરુવારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરી, 2022 સુધીમાં રાજ્ય સરકારની VGF યોજના હેઠળ છ રૂટ પર એર કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે. આ રુટ રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી અને સુરત-ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિતમાં જવાબ આપતા ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની UDAN યોજના હેઠળ બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તે અમદાવાદ-પોરબંદર અને અમદાવાદ-કંડલા છે.

Source link