કચ્છી કલાકારને મહિલાએ કામના બહાને ઘરે બોલાવ્યા, અશ્લીલ વિડિયો ઉતારી 25 લાખ માગ્યા!

 

Kutch Artist Honeytrap Case: કચ્છી કલાકારને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. કચ્છી કલાકાર ગ્વારા ભુજના બી ડિવિઝન પોલીસ મથકમાં એક મહિલા તેમજ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલા દ્વારા કચ્છી કલાકારને કામના બહાને ઘરે બોલાવાવમાં આવ્યા હતા. જે બાદ નશાયુક્ત ચા પીવડાવી તેમનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો. અને બાદમાં વિડીયોને આધારે બ્લેકમેઈલ કરીને 25 લાખ રૂપિયાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છી કલાકારનો અશ્લીલ વિડીયો ગત સાંજથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કચ્છના જાણીતા કલાકાર લગભગ ચાલીસેક વર્ષથી કાર્યક્રમો યોજી રહ્યા છે. અને 15થી 20 વર્ષ સુધી આરોપી મહિલા નઝમાના પતિ તેમની સાથે ઢોલ વગાડતા હતા. જો કે, તેઓની આંગળીઓ કામ કરતી બંધ થતાં તેઓએ ઢોલ વગાડવાનું બંધ કર્યું હતું. જો કે મહિલા નઝમા જુસબ લંઘા દ્વારા કચ્છી કલાકારને કામના બહાને ઘરે બોલાવ્યો હતો. નઝમાના પતિ સાથે કલાકારનો અનેક વર્ષોથી સંબંધ રહ્યો હોવાથી તેઓ મહિલાના ઘરે ગયા હતા.

20 ફ્રેબ્રુઆરીના રોજ કચ્છી કલાકાર આરોપી મહિલા નઝમા જુસબ લેંઘાના ભુજના અંજિલ નગર-2 મકાનમાં ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ નઝમા દ્વારા કચ્છી કલાકારને ચા પીવડાવામાં આવી હતી. જો કે, નશાયુક્ત ચા પીવાને કારણે કલાકાર હોંશ ગુમાવી બેઠા હતા. અને જ્યારે તેઓ હોંશમાં આવ્યા ત્યારે નવાગામનો ઓસમાણ ગની મિયાણા અને અન્ય એક ઈસમ તેઓની પાસે આવી ગયા હતા. અને પોતે પોલીસમાં હોવાનું જણાવીને અશ્લીલ વિડીયો દેખાડી 25 લાખ રૂપિયાની માગ કરી હતી.

જો કે, કચ્છી કલાકાર દ્વારા કહેવામાં આવ્યું કે, તેમની પાસે પૈસા નથી, તેમ છતાં તેઓ સતત વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સતત પૈસાની માગણી કરી રહ્યા હતા. એટલું જ નહીં આરોપીઓ દ્વારા કલાકાર પાસે રહેલાં 12 હદાર રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. અને સાથે જ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

જો કે, રૂપિયા આપવાની ના પાડવાને કારણે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કચ્છી કલાકારનો વિડીયો વાયરલ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ કલાકાર દ્વારા આ મામલે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કલાકારનો આરોપ છે કે, આ ગેંગ બહુ મોટી છે અને અનેક લોકોને આ રીતે ફસાવ્યા છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Source link