ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ ભારતીય યુવતીની હૃદયસ્પર્શી પોસ્ટ બની ચર્ચાનો વિષય; દરેક માતા-પિતા, બાળકને રડાવી દેશે

Oxford Student Shares Heartfelt Post on Her Grandfather: ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ જૂહી કોરે (Oxford graduate Juhi Kore’s post)ની પોસ્ટ હાલ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. પોતાની લાંબી પોસ્ટમાં જૂહીએ તેના નાના એટલે કે મમ્મીના પિતા વિશે ખૂબ જ ઇમોશનલ વાત કહી છે. જૂહીને હાલમાં જ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી મળી છે.

જૂહીએ જણાવ્યું કે,સ તેના નાના હંમેશા ઇચ્છતા હતા કે, તેઓ અભ્યાસ કરે પરંતુ પોતાના સોશિયલ સ્ટેટ્સના કારણે તેઓ પાછળ રહી ગયા. મહારાષ્ટ્રના એક ગામમાં સામાન્ય જાતિના પરિવારમાંથી આવતા હતા, તેઓને ભણવાની ઘણી ઇચ્છા હતી, પરંતુ તેમના પરિવારમાંથી બે કારણોસર શાળાએ મોકલવામાં આવ્યા નહતા. 4 બાળકોમાંથી સૌથી મોટાં હોવાના કારણે તેઓને ખેતરમાં કામ કરવાનું રહેતું હતું, જેથી પરિવારને બે ટાઇમ સમયસર ભોજન મળી શકે. આ સિવાય માતા-પિતાને એ પણ ચિંતા હતી કે, સ્કૂલમાં અન્ય બાળકો અને શિક્ષકો નાના સાથે કેવો વર્તાવ કરશે?

(Cover Image: Instagram/ @juhikore) (અન્ય તસવીરોઃ પ્રતિકાત્મક- પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​કલાકો સુધી ચાલીને શાળાએ જતા

તે સમયે જૂહીના નાનાએ પેરેન્ટ્સની સામે એક શરત મુકી કે રાત્રે 3 વાગ્યા સુધી તેઓ ખેતરમાં કામ કરશે અને બધાના ઉઠ્યા પહેલાં તેઓ પોતાનું કામ પુરું કરીને સવારે સ્કૂલે જશે. જો, માતાપિતાનો બીજો ડર સત્ય સાબિત થયો. તેઓ દોઢ કલાક પગપાળા ચાલીને શાળાએ પહોંચતા અને પગમાં ચપ્પલ નહીં હોવાના કારણે તેઓને ક્લાસની અંદર બેસવાની પણ મનાઇ કરવામાં આવતી હતી, તેઓને ક્લાસની બહાર બેસાડવામાં આવતા હતા.

​જૂના પુસ્તકોથી અભ્યાસ કરતા

ખેતરમાં કામથી માત્ર ભોજન જ પુરૂ પાડી શકતા પરિવાર પાસે અભ્યાસ અર્થે પૈસા નહતા, તેથી તેઓ અન્ય બાળકોના જૂના પુસ્તકોથી ગામના લેમ્પ પોસ્ટ નીચે મોડી રાત સુધી બેસીને અભ્યાસ કરતા હતા. સ્કૂલમાં અન્ય બાળકો તરફથી પરેશાની અને હેરાનગતિ છતાં તેઓની અભ્યાસ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ઉણપ ના આવી, તેઓએ અભ્યાસ પુરો કર્યો એટલું જ નહીં પણ પરિક્ષામાં પણ અન્યોને પાછળ છોડી દીધા. નાનાએ 60 વર્ષની ઉંમરે માસ્ટર ડિગ્રી કમ્પલિટ કરી.

​અન્ય લોકો તરફથી મળી મદદ

જૂહીના નાનાને સ્કૂલના પ્રિન્સિપાલે ઘણી મદદ કરી, તેઓની ક્ષમતાને પારખવા ઉપરાંત અભ્યાસમાં અનેક વર્ષો સુધી અવ્વલ આવ્યા બાદ તેઓની શાળાની ફી અને અન્ય મોટાં શહેરમાં રહેવાનો ખર્ચ પણ આપ્યો. સ્કૂલ બાદ જ્યારે જૂહીના નાના ઇંગ્લિશ શીખવા મુંબઇ ગયા તો ત્યાં સરકારી બિલ્ડિંગમાં સફાઇ કર્મચારીની નોકરી કરીને બેચલર ઇન લૉની ડિગ્રી મેળવી. 60 વર્ષી ઉંમરે પોતાની માસ્ટર ડિગ્રી સાથે તેઓ બિલ્ડિંગના ઉચ્ચ પદના સરકારી અધિકારી તરીકે રિટાયર થયા.

​પ્રેરણાદાયક વાત

જૂહીના ઓક્સફોર્ડમાં ગ્રેજ્યુએશનના એક વર્ષ અગાઉ જ તેના નાનાનું નિધન થયું, તે ઇચ્છતી હતી કે તેના નાના આટલી મોટી યુનિવર્સિટીથી તેને ગ્રેજ્યુએટ થતા જૂએ. જૂહીની આ વાત દરેક બાળક માટે પ્રેરણાદાયક છે, જે અભ્યાસથી દૂર ભાગે છે અથવા માતા-પિતા તરફથી મળતી સુવિધાઓની કદર નથી કરતું.

(Image: Instagram/ @juhikore)

જૂહી કોરની પોસ્ટ અને આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

Source link