એશિયા કપની યજમાનીને લઈને પાકિસ્તાનની ધમકી, કહ્યું- યજમાની છીનવાશે તો પાકિસ્તાન ટીમ નહીં રમે

Sports

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

2023માં પાકિસ્તાનમાં રમાનારા એશિયા કપને લઈને સતત વિવાદ વધી રહ્યો છે. ભારતીય ટિમ પાકિસ્તાન જવા તૈયાર નથી ત્યારે હવે પાકિસ્તાનની યજમાની છીનવાઈ જવાનો ખતરો છે. આ ખતરા વચ્ચે હવે પાકિસ્તાન બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ ધમકીમાં વાત કરી છે.

પાકિસ્તાનમાં યોજાનારા એશિયા કપની યજમાની મુદ્દે વાત કરતા રમીઝ રાજાએ કહ્યું કે, જો એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાશે તો અમે એશિયા કપમાંથી ખસી જવા અંગે પણ વિચાર કરી શકીએ છીએ.

હાલ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરિઝ ચાલી રહી છે ત્યારેે આ દરમિયાન વાત કરતા રમીઝ રાઝાએ કહ્યું કે, એવું નથી કે અમારી પાસે એશિયા કપના હોસ્ટિંગના અધિકારો નથી અને અમે તેને હોસ્ટ કરવા વિનંતી કરી રહ્યા છીએ, પરંતુ નિષ્પક્ષ રીતે કહીએ છીએ કે, જો ભારત નહીં આવે તો અમે પણ 2023નો વર્લ્ડ કપ રમવા ભારત નહીં જઈએ. જો એશિયા કપની યજમાની અમારી પાસેથી છીનવાઈ જશે તો અમે એશિયા કપમાંથી બહાર થવાનો વિચાર પણ કરી શકીએ છીએ.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ રમીઝ રાજા 2023 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેણે આ વાત બે વખત કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, જય શાહના નિવેદન બાદ આ વિવાદ સામે આવ્યો છે. જય શાહે કહ્યું હતું કે, એશિયા કપ 2023 માટે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને તેના બદલે ટૂર્નામેન્ટની મેચો તટસ્થ સ્થળે રમશે.

English summary

The Pakistan team will not play if the hosting of the Asia Cup is taken away

Story first published: Friday, December 2, 2022, 23:02 [IST]

Source link