એક સિક્કાની બે બાજુ (ભાગ-૨)

Digital Group

એક સિક્કાની બે બાજુ  (ભાગ-૨)

સિક્કાની પહેલી બાજુ:ખાદી

રક્ષક જ ભક્ષક બને તો…….
ખાદી શરીરને ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળાની ઋતુમાં ગરમ રાખે છે, (હવે એમ ના કેતા કે ચોમાસામાં ખાદીનું કાપડ રેઇનકોટ બની જતું હશે ને? 😂)
ભારત દેશ નો રાષ્ટ્રધ્વજ ખાદીના કાપડમાંથી જ બનાવવામાં આવે છે.
અને આજે ખાદી અર્થાત રાજકારણ 
થોડાક દિવસો પહેલા ગુજરાત ના આરોગ્યમંત્રીએ  જણાવી દીધું છે કાયદો બધા માટે સરખો નથી. સરકાર ના અધિકારીઓ ગાઈડલાઈન બનાવે અને સરકાર એટલે કે શાસક પક્ષ ગાઈડલાઈન તોડે! માત્ર એક નેતા નહીં ગઈકાલે સરકારના કેબિનેટ મિનિસ્ટર પણ સોશીયલ ડીસ્ટન્સ વગર મીટીંગ લીધી એ પણ પેટા ચૂંટણી ની! અને લોકો માસ્ક ન પહેરે તો 200 અને 500 રૂપિયા ઉઘરાવવાના ચાલુ છે સાથ આપશો ને દંડ આપવામાં!

એક સિક્કાની બે બાજુ (ભાગ-૨)સિક્કાની બીજી બાજુ:ખાખી
ગયા અઠવાડિયે વિકાસ દુબે એન્કાઉન્ટર અને ગુજરાતના એક મહિલા પોલીસ કર્મી સાથે થયેલા વ્યવહાર બાબતે સૌ કોઈ પરિચિત છે.
ઍન્કાઉન્ટર માત્ર એમ જ નથી થતું પોતે ચડાવેલા માણસે પોતાના કહેવા પ્રમાણે કરતા નથી ત્યારે એન્કાઉન્ટર થાય છે. કડવું છે_હકીકત છે_વાસ્તવિકતા છે,અને અંતે સ્વીકારવું જ રહ્યું.
 સુરતમાં બનેલી ઘટના મહિલા પોલીસ કર્મી સાથે થઈ ત્યારે લોકોએ વીડિયોમાં કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાત સાંભળી કે જોઈ હશે! પરંતુ કોઈએ એ ના જોયું કે મંત્રીના દબાણથી ઉચ્ચ અધિકારીઓએ કોઈ પ્રકારની કાર્યવાહી કરી નહી તેમજ પ્રજા પાસે દંડ કરવામાં માહેર ઉચ્ચ અધિકારીઓ મંત્રી પાસે દંડ કરવામાં નિષ્ફળ રહ્યા.
થોડુંક એનાલીસીસ: ઉચ્ચ અધિકારી અને મંત્રી કક્ષાના હોદ્દેદારો એકબીજાને સહયોગ આપે છે જેનાથી સમાજ માત્ર નાના-મોટા કિસ્સાઓમાં ગૂંચવાયેલો રહે છે. સમજવાની જરૂર લોકોને છે શું સાચું છે અને શું ખોટું છે. 

જય હિન્દ 🇮🇳જય ભારત.

આ પોસ્ટનો હેતુ માત્ર સાચી જાણકારી આપવાનો છે કોઈપણ પ્રકારનો વિરોધ કરવા નથી.
– ગૌરાંગ વાઘાણી
જો પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.