એક ફિલ્મથી 300 કરોડ કમાતા એક્ટરની વાઇફની ઇન્ટરનેટ પર ચર્ચા, લૉ-કટ ચોલીમાં સુંદર લૂક

Sneha Reddy Lehenga Traditional Look: સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ (Pushpa: The Rise)ની રિલીઝ બાદ ચારેતરફ છવાયેલો છે, તેની ફિલ્મો બોક્સ-ઓફિસ પર ધૂમ મચાવે છે, તેની પોપ્યુલારિટી પણ આ ફિલ્મ બાદ વધી ગઇ છે. એટલું જ નહીં, અલ્લૂ અર્જુનની પત્ની જે સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહે છે તે પણ સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બની રહી છે.

અલ્લૂ અર્જુન જેવા સુપરસ્ટારની ફિલ્મ સફળ થાય ત્યારબાદ ફેન્સ તેઓની દરેક નાનામાં નાની બાબત જાણવા માટે પણ ઉત્સુક રહેતા હોય છે. જો કે, એ વાત ભાગ્યે જ કોઇએ વિચારી હશે કે અલ્લૂની પોપ્યુલારિટીની સૌથી વધારે અસર તેની પત્ની સ્નેહા રેડ્ડી પર પણ પડશે. કારણ કે, ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નહીં હોવા છતાં પણ મિસિસ અલ્લૂ અર્જૂનના ફેન્સમાં કોઇ ઘટાડો નથી જોવા મળી રહ્યો. તેની પાછળનું કારણ છે સ્નેહા રેડ્ડીની ફેશન અને સ્ટાઇલ, તે કોઇ પણ ફેશનેબલ આઉટફિટ્સ પહેરે તેની સુંદરતા અને નજાકત ફેન્સને પસંદ જ આવે છે. તેની લેટેસ્ટ તસવીરો જોઇને તમે પણ કંઇક આવું જ કહેશો.

(Images: Instagram/ @allusnehareddy)

​ઇવેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી

સ્નેહા રેડ્ડી હાલમાં જ તેના પતિ અલ્લૂ અર્જૂનની સાથે એક લગ્નમાં પહોંચી હતી, આ વેડિંગ પાર્ટી સાઉથ આફ્રિકામાં રાખવામાં આવી હતી, જ્યાં તેણે પોતાના એલિગન્સ, ક્લાસી અને ગ્રેસફૂલ લૂકને ફ્લૉન્ટ કર્યો હતો. લગ્ન પાર્ટી છતાં સ્નેહાએ મિનિમલિસ્ટિક આઉટફિટ્સ પસંદ કર્યા હતા, જેને ફેમસ ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે (Anita Dongre Lehenga)ના કલેક્શનમાંથી પિક કર્યો હતો.

​લહેંગામાં ફ્લોન્ટ કરી સુંદરતા

આ પાર્ટી માટે સ્નેહાએ રેડ એન્ડ ગ્રીન કલરનો સ્ટનિંગ લહેંગા પહેર્યો હતો, જે એક પ્રકારે ટૂ પીસ સેટ હતો, તેમાં દુપટ્ટાને એડ કરવામાં આવ્યો નહતો. આઉટફિટને તૈયાર કરવા માટે કપ્રો-વિસ્કોસ અને લિનન ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે તેની પેટર્ન પ્રિન્ટ ઓન પ્રિન્ટ રાખવામાં આવી હતી, જેને પેચ વર્ક ડિટેલિંગની સાથે કવર કરવામાં આવી હતી. આ સિવાય બસ્ટ પોર્શનથી લઇને બેસ બોર્ડર સુધી રેશમ દોરીથી એમ્બ્રોયડરી કરવામાં આવી હતી અને તેને ગોલ્ડન સિક્વન્સની સાથે સજાવવામાં આવી હતી.

​બેકલેસ ચોલીમાં બોલ્ડ કટ

આ લાઇટ એમ્બ્રોયડરી લહેંગાની સાથે ડિઝાઇનરે ઉપરની ચોલીને બોલ્ડ કટ આપ્યો હતો. ફ્રન્ટમાં ડીપ નેકલાઇન અને બેક પોર્શનને બેકલેસ રાખવામાં આવ્યો છે. આ ડિટેલને હાઇલાઇટ કરવા માટે સ્નેહાએ વાળને બન સ્ટાઇલમાં રાખ્યા હતા. ચોલીને લહેંગા કરતાં વધારે લૂક આપવા માટે સ્ટોન વર્કની સાથે હેન્ડ એમ્બ્રોયડરી જોઇ શકાય છે, જેની સાથે સ્પગેટી સ્ટ્રેપ્સ જોડવામાં આવી હતી.

​આ રીત કમ્પલિટ કર્યો લૂક

ઇન્ટ્રિકેટ એમ્બ્રોયડરીવાળા આ લહેંગાની સાથે મેચિંગ જ્વેલરીમાં ચોકર નેકલેસ પહેર્યો હતો, ઉપરાંત મેચિંગ ઇયરિંગ્સ, બેંગલ્સ અને રિંગ પહેરી હતી જે તેના અપિયરન્સને વધારે આકર્ષક બનાવી રહી હતી. આ સિવાય તેણે ચહેરા પર ન્યૂડ મેકઅપ લગાવ્યો હતો. સ્નેહાના આ આઉટફિટની કિંમત 150,000 રૂપિયા છે.

Source link