એક ડૉક્ટર ને પણ પોતાનો જીવ પૈસા કરતા તો વ્હાલો જ હોય છે.

D-light Group

એક ડૉક્ટર ને પણ પોતાનો જીવ પૈસા કરતા તો વ્હાલો જ હોય છે.

જિંદગીનો સુવર્ણ સમય એવી યુવાની ભણવામાં વિતી જાય છે..
સફેદ એપ્રોન અને ગળામાં સ્ટેથોસ્કોપ સાથે એક નવી જિંદગીની શરૂઆત થાય છે..

જીવ લેનાર તમાકુ,ગુટકા,દારૂ હોંશે હોંશે લેવાય છે..
જીવ બચાવનાર દવાની side effects વિશે ડૉક્ટરને પૂછાય છે..

કૉરોનાથી બચવા કાપડના માસ્ક પહેરતા લોકોને મુંઝારો થાય છે..
પૂછો જઈને PPE કીટને, ડૉક્ટરના પરસેવે કેવી તરબોળ થાય છે..

ડૉક્ટર એ ઈશ્વરનું બીજું રૂપ હોય છે એવું કહેવાય છે..
પણ હકીકતમાં તો જીવ બચાવનાર ડૉક્ટર પર જ પથ્થર મારો થાય છે..

ડૉક્ટર પોતાના જીવના જોખમે પણ દર્દીને સાજા કરી જાય છે..
સોસાયટી દ્વારા એ જ ડૉક્ટર ને પોતાના જ ઘરમાંથી બહાર કઢાય છે..

સરહદ પર સૈનિક અને હોસ્પિટલમાં ડૉક્ટર પરિવારને છોડી જાય છે..
પરિવાર ની સાથે રહેતા લોકોને એની કિંમત પણ ક્યા સમજાય છે..

યમરાજા સાથે બાથ ભીડીને દર્દીને નવી જિંદગી આપી જાય છે..
તો પણ “આ ડૉક્ટર લૂંટે છે..” એવું સાંભળવાનું જ રહી જાય છે..

અંતમાં એટલું જ કહેવાનું મન થાય કે જો વાત આવે પૈસાની,
તો એક ડૉક્ટર ને પણ પોતાનો જીવ પૈસા કરતા તો વ્હાલો જ હોય છે..

– ડૉ વૈદેહી વાડદોરીયા

Watch Poem

જો પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો!.