એક જ વર્ષમાં કેન વિલિયમસનની કિંમત ઘટી, 2 કરોડમાં ગુજરાતે ખરીદ્યો

Cricket

oi-Kalpesh Kandoriya

|

Google Oneindia Gujarati News

આઇપીએલ હરાજી 2023 શરૂ થઈ ગઈ છે અને આ હરાજીમાં આજે કુલ 403 ખેલાડીઓના નામ પર બોલી લાગી રહી છે. આઇપીએલ ઑક્શનનો રોમાંચ શરૂ થઈ ગયો છે અને પહેલી બોલી ન્યૂઝીલેન્ડના ખેલાડી કેન વિલિયમસન પર લાગી હતી. કેન વિલિયમસનની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.

જો કે કેન વિલિયમસનને ખરીદવામાં ગુજરાત ટાઈટન્સ સિવાય બીજી એકેય ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો નહોતો. કેન વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે તેની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

ઉલ્લેખનીય છે કે ગત સિઝન આઇપીએલ 2022માં કેન વિલિયમસન સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ હતા, ગઈ સિઝનમાં તેમને 16 કરોડ રૂપિયામાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યા હતા. જો કે આ વખતે તેમને ટીમે રિટેન ના કર્યા હોવાથી હરાજીમાં વિલિયમસને પોતાનું નામ નોંધાવ્યું છું.

IPL Auction Live જોવા માટે અહીં ક્લિક કરોIPL Auction Live જોવા માટે અહીં ક્લિક કરો

કેન વિલિયમસન ઉપરાંત હૈરી બ્રુકની હરાજી પણ થઈ ગઈ છે. હૈરી બ્રૂકને ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે બિડિંગ વૉર જામી હતી, પરંતુ આખરે દોઢ કરોડની બેસ પ્રાઈઝ વાળા હૈરી બ્રુકને સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary

Kane Williamson sold to Gujarat for 2 crore, no other franchise showed interest

Source link