એકવાર આ સલાહ પણ સાંભળી લેજો, લગ્ન બાદ નહીં થાય મુશ્કેલી!

 

લગ્ન એ જીવનનું ઉત્તમ પાસું છે. જેમાં ઘણીબધી બાબતોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ભારતમાં લગ્ન એટલે કે બે વ્યક્તિ નહીં પરંતુ બે પરિવારનું મિલન માનવામાં આવે છે. ઉપરાંત દરેક પરીણિત કપલ પોતાના લગ્નને મજબૂત બનાવવા માટે યોગ્ય સલાહ મળે તેવી શોધમાં રહેતા જ હોય છે. લગ્ન હોય ત્યારે શરુઆતમાં બે વ્યક્તિઓ વચ્ચે ભરપૂર પ્રેમ હોય છે પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ જવાબદારીઓના બોજ સાથે જ ઝઘડાઓ પણ વધતા જાય છે.

જ્યારે સમજાવટ કરતા ઝઘડાઓ વધી જાય છે ત્યારે યોગ્ય સલાહના ઉપયોગ વડે જ મુશ્કેલીનો ઉકેલ લાવી શકાય છે. જોકે, હંમેશા એવું પણ નથી હોતું કે રુઢિવાદી સલાહ જ મદદ કરે છે. ખાસ તો એવા કિસ્સામાં જ્યારે મુશ્કેલી મોટી અને જટીલ હોય. આ કારણે જ જ્યારે પણ લગ્ન કરવા જાઓ છો તો એવા પાસા પર પણ ધ્યાન રાખવું જરુરી છે. જે તમને મદદરુપ થાય. અહીં અમે તમને કેટલાક એવા સૂચન કરી રહ્યાં છે. જે તમે લગભગ પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય.

​હેતુ

હંમેશા એવું માનીને જ ચાલો કે તમારો પાર્ટનર છે એ તમને નુકસાન પહોંચાડવા માટે એવું કશું જ નહીં કરે જેથી તમારા દિલને ઠેસ પહોંચે. આમ કરવાથી તમે નિરાશા, હતાશા તેમજ તમારા મનમાં જે તમે અપરાધબોધ અનુભવી રહ્યાં છુઓ તે હળવો થઈ જશે. હંમેશા તમારા સાથીની દરેક બાબતો જાણવી અગત્યની નથી હોતી. જેટલું ઓછું જાણશો તેટલા જ તમે ફાયદામાં રહેશો. ક્યારેક તમારા સાથીથી અજાણતાપણે ભૂલ થઈ ગઈ હોય તો તેને માફ કરવો જ હિતાવહ રહેશે. આ માટે ઝઘડો ક્યાંથી ઉદ્ભવ્યો છે તે હેતુ જાણો.

​નાણાંકિય સ્થિતિ

હંમેશા રુપિયા માટે ક્યારેય લડવાનું ન રાખો. રુપિયા અને નાણાંકિય સ્થિતિ એવી બાબતો છે. જેના લીધે જ મોટાભાગે પરીણિત કપલ તેમજ પાર્ટનર્સ વચ્ચે ઝઘડો થતો હોય છે. પરીણિત કપલને આ બાબતે હંમેશા વિચાર કરવો જોઈએ અને એકબીજાની ખર્ચ કરવાની આદતો વિશે વિચારવું જોઈએ તેમજ એકબીજા પ્રત્યે ખુલ્લા દિલે વાત કરવી જોઈએ. જેથી નાણાંકિય બાબતો અંગે એકબીજા સાથે ક્યારેય પણ વાદવિવાદ કે ઝઘડો કરવાની સ્થિતિ જ ન ઉદ્ભવે.

​ભરપૂર વખાણ કરવા

હંમેશા પરીણિત કપલને એકબીજાના વખાણ કરવા જ જોઈએ. વખાણથી જ તો એકબીજા પ્રત્યે માન પણ વધશે. જ્યારે પણ એકબીજા સાથે ઝઘડો થતો હોય ત્યારે પણ તેમના સારા પાસાને વ્યક્ત કરવામાં તમે ઓછા ન ઉતરો. હંમેશા પાર્ટનરની ખૂબીઓને વખાણ કરો. આમ કરવા ઉપરાંત હંમેશા ક્યારેય પણ સમય મળે ત્યારે એકબીજા સાથે પસાર કરેલો સમય યાદ કરવાનું ન ભૂલવું જોઈએ. જ્યારે પણ આમ કરશો ત્યારે તમે અનુભવશો કે એકબીજા વગર તમારુ જીવન અધુરું છે.

​જીવનમાં મુશ્કેલીઓ

હંમેશા જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. બન્ને પાર્ટનરમાંથી એકના જીવનમાં તોફાન આવી ગયું હોય તો બીજાએ હંમેશા તેના પડખે ઉભા રહેવું જોઈએ. જેથી તેમના જીવનમાં અડગ રહેવાની ક્ષમતા વધી જશે. કોઈપણ વ્યક્તિ હંમેશા માટે મજબૂત ન રહી શકે. તેને જીવનમાં કોઈ ટેકો તો હોવો જ જોઈએ. જેથી તેને પૂરતી સાંત્વના મળી શકે અને દેખભાળ પણ થઈ શકે. આમ કરવાથી રિલેશનશીપ વધુ મજબૂત બનશે અને એક અલગ જ લેવલ પર સ્થાપિત થશે.

​એકબીજાનો મૂડ તપાસવો

પરીણિત કપલે હંમેશા એકબીજાનો મૂડ તપાસવો જોઈએ. એકબીજાના મૂડને જાણીને હંમેશા એ રીતે વર્તન કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારા વચ્ચે ઝઘડો થવાની તક જ ઓછી રહેશે. એકબીજાની મુશ્કેલીઓ પારખો અને એ રીતે વાણી, વર્તન અને વ્યવહાર કરો. આમ કરવાથી એકબીજા પ્રત્યે લાગણીઓ પણ સારી રીતે જળવાઈ રહેશે. જ્યારે એક વ્યક્તિ સહજપણે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે ત્યારે એ ઉત્કૃષ્ટ રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકે છે.

Source link