ઋષભ પંતનો અકસ્માત આખરે કેવી રીતે થયો? ડ્રાઈવિંગ કરતી વખતે ઝોકુ આવ્યુ અને પછી…

ઋષભને દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં કરાયા રિફર

ઋષભને દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં કરાયા રિફર

ભારતીય ક્રિકેટ ટીમ સ્ટાર ખેલાડી ઋષભ પંતની કારને આજે અકસ્માત નડ્યો છે. જે બાદ તે ગંભીર રીતે ઘાયલ છે. જો કે, ડૉક્ટરોએ પંતને હાલ ખતરાની બહાર હોવાનુ જાહેર કર્યુ છે. ઋષભ પંતે પોતે આ અકસ્માત અંગે કેટલીક વાતો જણાવી છે. ઋષભ પંતને દેહરાદૂન મેક્સ હૉસ્પિટલમાં રેફર કરાયા બાદ તેણે જણાવ્યુ કે તેની સાથે આ ઘટના કેવી રીતે બની.

થાંભલા સાથે અથડાઈ કાર

થાંભલા સાથે અથડાઈ કાર

ઋષભ પંતે કહ્યુ કે તે ખરા સમયે કારમાંથી બહાર નીકળી ગયો હતો. જો તેણે કારની બહાર નીકળવામાં મોડુ કર્યુ હોત તો અકસ્માત વધુ ગંભીર બની શકે તેમ હતો. ઋષભ પંત એકલો કાર ચલાવી રહ્યો હતો, તેની સાથે કોઈ નહોતુ. ડ્રાઇવિંગ કરતી વખતે પંતને ઝોકુ આવી ગયુ હતુ અને તેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો, ત્યારબાદ કાર એક થાંભલા સાથે અથડાઈને પલટી ગઈ હતી. પંતે યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો.

કાર ચલાવતી વખતે થઈ મોટી ભૂલ

કાર ચલાવતી વખતે થઈ મોટી ભૂલ

આ ટક્કર બાદ ઋષભ પંતની મર્સિડીઝમાં આગ લાગી ગઈ હતી. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યુ હતુ કે ઋષભ પંત પણ આગની લપેટમાં આવી ગયા હતા પરંતુ તેમની હાલત ગંભીર નથી. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે જણાવ્યુ કે પંતે કહ્યુ છે કે ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકુ આવવાને કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. દુર્ઘટના સમયે ઋષભ પંત કારમાં એકલો હતો અને તેણે બચવા માટે બારી તોડી નાખી હતી. આ ઘટના બાદ ફેન્સ પંતને લઈને સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે.

Source link