ઊંઝાથી જીરું ભરીને નીકળેલા ટ્રક ડ્રાઈવરે 50 લાખના માલનો વહીવટ કરી નાખ્યો!

 

મહેસાણા: મહેસણા જિલ્લાના ઊંઝાથી જીરું ભરીને નીકળેલા ટ્રક ડ્રાઈવરે 50 લાખના માલનો વહીવટ કરી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝાની ફેક્ટરીમાંથી 50 લાખનો જીરાનો માલ ભરીતે પટણ રવાના થયા બાદ ટ્રક માલિક, ડ્રાઈવર અને તેના સાગરિતો દ્વારા બારોબારીયું કરાયું હતું. જો કે, માલનું પગેરુ ચડોતરમાંથી મળી આવ્યા લાઈન દોરીથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ પ્રકારના ચોરીના માલો કેટલાક ફંડટરીયાઓ દ્વારા થયા હોવાનું વેપારી વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું છે.

બિહારના પટણા રવાના કર્યા બાદ ટ્રકચાલક દ્વારા માલ સગેવગે કરાયો
મીડિયા રિપોર્ટ અનુસાર ઊંઝાના વેપારી ભાનુભાઈ જોશીની સુણક ખાતે કંપનીમાંથી બે અઠવાડિયા પહેલા જુદા-જુદા વજનના પેકિંગ સહિતના જીરાનો લગભગ 250250 કિલોનો 50 લાખનો માલ બિહારના પટણામાં ડિલિવરી કરવા માટે ઊંઝાની આઝાદ ટ્રાન્સપોર્ટ મારફતે રવાના કરવામાં આવ્યો હતો. જો કે, ટ્રકના માલિક વિકાસકુમાર જોશી તથા ડ્રાઈવર અને અન્ય સાગરિતોએ માલને બારોબાર સગેવગે કરીને ખાલી ટ્રક અમીરગઢ હાઈવે પર આવેલી એક હોટલ પર છોડી દીધી હતી.

ટ્રકને અમીરગઢમાં હોટલની બહાર છોડી, પગેરું ચંડીસરનું મળ્યું
આ દરમિયાન ટ્રાન્સપોર્ટ તેમજ વેપારીઓની તપાસમાં ટ્રક ખાલી મળી આવી હતી. જેથી વેપારીની ટીમે માલ માટે વોચ ગોઠવી હતી જેમાં બાતમીના આધારે સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ કરતા માલનું પગેરું ચંડીસરમાં ગોડાઉન સુધી પહોંચ્યું હતું. તપાસમાં જીરાના તૂટેલા પાઉચ પણ મળી આવ્યા છે જેથી આ માલ ઊંઢા વેચાણ માટે આવ્યો હોવાની આશંકા છે. આ મામલે પોલીસે કેટલાક શકમંદોની પૂછપરછ કરી રહી છે અને સાથે જ ટ્રક માલિક અને ડ્રાઈવર સહિતના સાગરિતોની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Source link