World
oi-Kalpesh Kandoriya
બેંજામિન નેતન્યાહૂ ઈઝરાઈલના નવા વડાપ્રધાન બની ગયા છે. બેંજામિન નેતન્યાહૂએ બુધવારે મોડી રાતે પ્રેસિડેન્ટ ઈસાક હર્જોગને આ વાતની જાણકારી આપી કે તેમણે 38 દિવસસુધી ગઠબંધનના સહયોગિઓ સાથે વાતચીત બાદ તેઓ સરકાર બનાવવામાં સફળ રહ્યા છે. નેતન્યાહૂના આ એલાન બાદ ફરી એકવાર તેઓ દેશના પ્રાઈમ મિનિસ્ટર બનવા જઈ રહ્યા છે. બેંજામિન નેતન્યાહૂએ ટ્વીટ કરી આ બાબતે જાણકારી આપી કે જનતાએ પાછલી ચૂંટણીમાં અમને આપેલા સમર્થનનો આભાર. સરકાર બનાવવામાં હું સફળ રહ્યો છું જે સરકાર ઈઝરાઈલના નાગરિકોના હિત માટે કામ કરશે.
બેંજામિન નેતન્યાહૂએ ફોન પૉલ દ્વારા પ્રેસિડેન્ટ ઈસાક હર્જોકને આ બાબતે જાણકારી આપી કે તેમણે નવી સરકારની રચના કરવામાં સફળતા હાંસલ કરી લીધી છે. નેતન્યાહૂએ રાતે 12 વાગ્યેની ઠીક 20 મિનિટ પહેલાં આ એલાન કર્યું. ચૂંટણીમાં જનતાએ જે પોતાનો ફેસલો આપ્યો તેનો સમય આજે ખતમ થઈ રહ્યો હતો પરંતુ 22 ડિસેમ્બર પહેલાં જ નેતન્યાહૂએ પોતાની નવી સરકારનું એલાન કરી દીધું છે.
જણાવી દઈએ કે ચૂંટણી બાદ નેતન્યાહૂ જલદીથી જલદી સરકારની રચના કરવા માંગતા હતા, પરંતુ ગઠબંધનમાં તેમના સહયોગીઓ પર ભરોસો નહોતો, જેના કારણે તેમને આ સહયોગિઓનો ભરોસો હાંસલ કરવામાં સમય લાગી ગયો. ગઠબંધનના સહયોગિઓને નેતન્યાહૂ પર ભરોસો નહોતો કે તેઓ સરકારની રચના બાદ વચન પૂરાં કરશે. સહયોગીઓ ઈચ્છતા હતા કે એક વિસ્તૃત સમજૂતી થાય જેમાં અમુક કાયદા પાસ કરાશે, ત્યારે જ તેઓ પોતાનું સમર્થન આપશે. જો કે નેતન્યાહૂ નવી સરકારની રચના કરવામાં સફળ થઈ ગયા છે પરંતુ છતાં તેમનો આગળનો રસ્તો સહેલો નથી.
English summary
Benjamin Netanyahu formed a new government in Israel
Story first published: Thursday, December 22, 2022, 8:26 [IST]