ઇન્સ્યૂલિન ઇન્જેક્શનની માફક કામ કરશે પલાળેલા અખરોટ, શિયાળામાં દરરોજ ખાવાના લાભ

World Diabetes Day, Soaked Walnuts Benefits: અખરોટ એક સુપરફૂડ છે, જેને શિયાળામાં ખાવાથી અનેકગણા લાભ થાય છે. પરંતુ અખરોટને પલાળીને ખાવાથી હાઇ બ્લડશુગર અને ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઝડપથી નીચે આવી શકે છે. એક્સપર્ટ્સ અુસાર, અખરોટ શરીરમાં ઇન્સ્યૂલિન ઇન્જેક્શનની માફક કામ કરે છે, જે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો રામબાણ ઇલાજ સાબિત થઇ શકે છે. આજે 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે (World Diabetes Day 2022) ઉજવવામાં આવે છે. આ પ્રસંગે જાણો પલાળેલા અખરોટ ખાવાથી ડાયાબિટીસની બીમારીમાં થતા લાભ વિશે.

એક્સપર્ટ્સ અનુસાર, કાચા અખરોટમાં એવું તત્વ હોય છે જે શરીરમાં જઇ પાચનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પરંતુ જ્યારે તમે તેને પલાળીને ખાવ છો તો તે સરળતાથી પચી જાય છે અને યાદશક્તિને તેજ બનાવે છે. ઇન્સ્યૂલિન ઇન્જેક્શન શરીરમાં બ્લડશુગરને કંટ્રોલ કરતા ઇન્સ્યૂલિન હોર્મોનને વધારે છે. ડાયાબિટીસ રિચર્સ એન્ડ કેર (Diabetes Research & Care)માં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, પલાળેલા અખરોટ ખાવાથી શરીરમાં ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્ટની ઉણપ જોવા મળે છે. તેના દરરોજ સેવનથી સેલ્સ શરીરમાં મોજૂદ ઇન્સ્યૂલિન હોર્મોનનું સ્તર વધારે સારું બનાવે છે. જ્યારે આ સેલ્સ ઇન્સ્યૂલિનનો ઉપયોગ નથી કરી શકતા ત્યારે બ્લડશુગર લેવલ વધી જાય છે. આ સ્થિતિને ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્ટ કહેવામાં આવે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​ડાયાબિટીસનો રામબાણ ઇલાજ

અખરોટમાં ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું હોય છે જે લોહીમાં શુગર વધારવાની સ્પીડને નિયંત્રણમાં રાખે છે. તેથી પલાળેલા અખરોટ ખાવાથી બ્લડશુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહે છે. NCBI સ્ટડી અનુસાર, અખરોટ ખાતા પુરૂષો અને મહિલાઓમાં ડાયાબિટીસનું જોખમ ખૂબ જ નીચલા સ્તર પર રહે છે.

​શિયાળામાં ખાવ અખરોટ

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે દિમાગના વિકાસમાં મદદ કરે છે. આ હેલ્ધી ફેટ શિયાળાના શુષ્ક વાતાવરણમાં શરીરને સુરક્ષા કવચ આપે છે. તેથી શિયાળામાં દરરોજ અખરોટ ખાવા જોઇએ.

​ખરાબ કોલેસ્ટ્રોલ કરશે દૂર

ખરાબ કોલેસ્ટ્રોલ વધવાના કારણે નસોમાં ગંદકી જમા થઇ જાય છે, જેના કારણે હાર્ટ અટેક, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તેથી પલાળેલા અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલથી છૂટકારો મેળવી શકાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ (Harvard.edu) અનુસાર, જે લોકો દરરોજ અખરોટનું સેવન કરે છે, તેઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે.

​અખરોટ ખાવાના ફાયદા

અખરોટ ખાવાથી શરીરમાં જરૂરી પોષકતત્વો જળવાઇ રહે છે. અખરોટમાં પ્રોટીન, વિટામિન ઇ, કાર્બ્સ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફૉલેટ જેવા મહત્વપૂર્ણ પોષકતત્વો રહે છે. આ ઉપરાંત તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે.

​દિવસમાં કેટલાં અખરોટ ખાવા જોઇએ?

એક્સપર્ટ્સ અનુસાર, તમે રાત્રે અખરોટના 2-4 પીસ એક કપ પાણીમાં પલાળીને ખાઇ શકો છો. ધ્યાન રાખો કે, અખરોટને 5 કલાક પલાળ્યા બાદ જ ખાવા જોઇએ. તેનું સેવન તમે ખાલી પેટ અથવા રાત્રે સૂતી વખતે પણ કરી શકો છો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link