ઇન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત, 300થી વધુ ઘાયલ

 

ભૂકંપના કારણે ભયનો માહોલ

ભૂકંપના કારણે ભયનો માહોલ

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારના રોજ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6માપવામાં આવી હતી.

સ્થાનિક સમાચારોના અહેવાલ મુજબ ભૂકંપના આંચકા કેટલીક સેકન્ડ સુધી અનુભવાયા હતા. આ પછી સમાચાર આવ્યા કે, આ વિનાશક ભૂકંપના આંચકામાં 20 લોકોના મોત થયા છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે.

લોકો ઘરની બહાર દોડી આવ્યા

ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને જીઓફિઝિક્સ એજન્સી BMKG ના સત્તાવાર અહેવાલો અનુસાર, પશ્ચિમ જાવામાં Cianjur ભૂકંપનુંકેન્દ્ર રહ્યું હતું.

ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને જિયોફિઝિક્સ એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ભૂકંપની ઊંડાઈ લગભગ 10કિલોમીટર હતી. ભૂકંપના કારણે ઈમારતો ધ્રૂજવા લાગી, ત્યારબાદ લોકો ઘરની બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા.

આ દરમિયાન લોકોએ કેટલીક સેકન્ડો સુધી રસ્તાઓ પર કંપન અનુભવ્યું હતું. BMKGના વડા દ્વિકોરિતા કર્ણાવતીએ સંસદ ભવનમાં પત્રકારો સાથે વાત કરતા લોકોને આફ્ટરશોક્સના કિસ્સામાં તેમના ઘરની બહાર રહેવાની સલાહ આપી છે. આ કુદરતી આફત બાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

18 નવેમ્બરના રોજ પણ આવ્યા હતા આંચકા

18 નવેમ્બરના રોજ પણ આવ્યા હતા આંચકા

આ પહેલા પણ 18 નવેમ્બરની સાંજે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર, ભૂકંપભારતીય સમય અનુસાર સાંજે 7.07 કલાકે આવ્યો હતો.

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા એક અહેવાપમાં જણાવ્યું છે કે, ઇન્ડોનેશિયાના સુમાત્રાના દક્ષિણપશ્ચિમમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. આ ભૂકંપમાં કોઈજાનહાનિના સમાચાર નથી, પરંતુ આજના ભૂકંપમાં 20 લોકોના મોત થયા છે.

Source link