આ 5 પ્રકારના ખોરાકમાં લાંબા સમય સુધી જીવિત રહે છે કોવિડ-19; ખાવાથી શરીર થશે કમજોર

Omicron BF 7, Survival of SARS-CoV-2 on the Surfaces of Food: કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) ત્રણ વર્ષ બાદ પણ અટકવાનું નામ નથી લઇ રહ્યો. છેલ્લાં કેટલાંક મહિનામાં તેના નવા વેરિએન્ટ્સ માથું ઉંચકી રહ્યા છે, સાથે જ ઓમિક્રોન વેરિએન્ટ બીએફ 7 (Omicron BF 7) ચીનમાં મોતનું તાંડવ મચાવી રહ્યો છે અને આ સબ વેરિએન્ટ ભારત સહિત અનેક દેશમાં એન્ટ્રી લઇ ચૂક્યો છે.

એક્સપર્ટ્સ અનુસાર, આ વેરિએન્ટ્સથી ગ્રસિત વ્યક્તિ એક સાથે 18 લોકોને સંક્રમિત કરી શકે છે. જેના કારણે દેશમાં ચોથી લહેરની સંભાવના વધી ગઇ છે. વાયરસ ફેલાવાના સોર્સ (recent study on COVID-19 virus) પર થયેલા એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે, કોવિડ વાયરસ અનેક દિવસો સુધી અમુક પ્રકારના ખોરાકમાં જીવિત રહી શકે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ)

​કોવિડ-19 પર FSA રિસર્ચ

-19-FSA-

કોવિડ મહામારીની શરૂઆતથી જ એક ચર્ચા જોવા મળે છે કે, આ વાયરસ ખોરાક દ્વારા ફેલાય છે કે નહીં? તેનો જવાબ હાલમાં જ એફએસએ (Food Standards Agency) દ્વારા પ્રકાશિત એક રિસર્ચમાં મળ્યો છે. આ સ્ટડી અનુસાર, કોવિડ વાયરસ એક અઠવાડિયા સુધી વિવિધ પ્રકારના ભોજન પર ચોંટેલો રહી શકે છે. આ રિસર્ચ સાઉથેમ્પ્ટન યુનિવર્સિટી (The University of Southampton)ના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં વાયરસની અલગ અલગ ખાદ્ય પદાર્થો અને ફૂડ પેકેજિંગની સપાટી પર જીવિત રહેવાની અવધિનું આકલન લેવામાં આવ્યું છે.

​બ્રેડ અને પેસ્ટ્રી

સ્ટડી અનુસાર, સંક્રામક વાયરસ અમુક કલાકો સુધી ક્રોઇસેન અને અન્ય પેસ્ટ્રીની સપાટી પર રહી શકે છે, તે એક દિવસ બાદ ગાયબ થવા લાગે છે. તેની પાછળનું મૂળ કારણ એ છે કે, લિક્વિડ એગ વૉશ કવરિંગ વાયરસને ફેલવાથી અટકાવે છે. ઇંડામાં મોજૂદ અરકિડોનિક એસિડ અને અન્ય સેચ્યુરેટેડ ફેટી એસિડમાં એન્ટી-વાયરલ ગુણ હોય છે.

​પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ ખોરક

નિષ્ણાતો અનુસાર, વાયરસ પ્લાસ્ટિકની બોટલ અને ડબ્બા પર અનેક દિવસો સુધી જીવિત રહી શકે છે. પરંતુ એલ્યુમિનિયમ પેકેજિંગ પર તે અમુક જ કલાકો સુધી જીવિત રહે છે. તેથી જ કોવિડ ઇન્ફેક્શન દરમિયાન પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવેલા ભોજનથી દૂર રહેવાની હેલ્થ એક્સપર્ટ સલાહ આપે છે.

બ્રોકોલી

સ્ટડી અનુસાર, કોવિડ વાયરસ અસમાન સપાટી વાળા ખાદ્ય પદાર્થો જેમકે, બ્રોકોલી, મરચા અને રાસબેરીમાં અનેક દિવસો સુધી જીવિત રહી છે. એક્સપર્ટ અનુસાર, વાયરસ આ પ્રકારના ફૂડ્સની તિરાડોમાં લાંબા સમય સુધી રહે છે, જેના કારણે વાયરસ સંક્રમિત ખોરાકથી પણ લોકોને કોવિડ-19 ઇન્ફેક્શન થઇ શકે છે.

​સ્ટોર કરેલું મીટ

એક અઠવાડિયાથી ફ્રિજમાં સ્ટોર કરેલા માસમાં કોવિડ વાયરસ જોવા મળ્યો હતો. નિષ્ણાતો અનુસાર, આ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં મોજૂદ પ્રોટીન, મોઇશ્ચર, સેચ્યુરેટેડ ફેટ વાયરસથી બચાવ કરી શકે છે, પરંતુ લાંબા સમય સુધી તેને સ્ટોર કરીને રાખવાથી તે કોવિડ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.

​ચીઝ

ચીઝ અને પનીરમાં મોઇશ્ચર, પ્રોટીન અને સેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે જે વાયરસના મ્યૂટેશન માટે સુરક્ષિત ગણાય છે. આ ત્યારે પણ શક્ય છે જ્યારે ચીઝ કે પનીર એકદમ ફ્રેશ હોય. સ્ટડી અનુસાર, ફ્રિજમાં રાખેલા ચેડર ચીઝમાં કોવિડ વાયરસ સ્ટડી દરમિયાન મોજૂદ હતા.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

ઓમિક્રોનનું પ્રમુખ લક્ષણ છે Hyposmia, નાકમાં થાય છે અસર, જાણો કેવી રીતે કરશો ઓળખ?

90 દિવસમાં કોરાનાની ચોથી લહેર? વૈશ્વિક મૃત્યુઆંક ફરીથી લાખોમાં પહોંચવાની તાકીદ; 10 નવા લક્ષણો

Source link