આ ગંભીર બીમારીમાં હૃદયની નસો સંકોચાઇ જાય છે, આવી શકે છે હાર્ટ અટેક; બચવાના ઉપાય

Atherosclerosis Causes and Treatments: કોરોનરી આર્ટરી ડિઝિઝ (Coronary Artery Disease)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાન-પાનની ખોટી આદતો અને સુસ્ત જીવનશૈલીને આ બીમારીનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે.

માયોક્લિનિક (Mayoclinic.org) અનુસાર, ધમનીઓ અથવા શરીરની નસો કોરોનરી ડિઝિઝ દરમિયાન સંકોચાઇ જાય છે અથવા ગૅપ ઘટી જાય છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો દર્દીને એથરોસ્કલેરોસિસ (Atherosclerosis)નું જોખમ થઇ શકે છે.

કોરોનરી ડિઝિઝના મૂળમાં ધમનીઓની દિવાલમાં પ્લાક એટલે કે ખરાબ પદાર્થ જમા થઇ જાય છે. સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Center for Disease Control and Prevention) અનુસાર, કોરોનરી ધમની હૃદય અને શરીરના અન્ય ભાગોમાં લોહીની આપૂર્તિ કરે છે. ધમનીમાં કોલેસ્ટ્રોલ અને કેલ્શિયમ જમા થવાના કારણે પ્લાક જેવો ચીકણો અને ખરાબ પદાર્થ જમા થાય છે. આ પદાર્થ ધમનીઓને બ્લોક કરી શકે છે, તેની વધારે માત્રાથી નસો સંકોચાઇ જાય છે અને એથરોસ્કલેરોસિસની બીમારી પણ થાય છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​કેવા લોકોને સૌથી વધારે જોખમ?

જે લોકો એક્સરસાઇઝ નથી કરતાં અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલ હોય તેઓને આ બીમારીનું જોખમ સૌથી વધારે હોય છે. આ સિવાય –

​કોરોનરી ડિઝિઝના લક્ષણો

સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Center for Disease Control and Prevention) અનુસાર, આ બીમારી દરમિયાન એન્ઝાઇના (Angina) અથવા છાતીમાં દર્દ અને બેચેની જેવા લક્ષણો જોવા મળે છે. આ સિવાય દર્દીને છાતીમાં દુઃખાવો થાય છે, છાતીના પાછળના ભાગે અથવા છાતીની વચ્ચે પણ દુઃખાવો રહે છે. ખભા અને જડબામાં દુઃખાવો રહે છે. આ સિવાય તેના લક્ષણોમાં ઉબકા, પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ અને સતત માથાનો દુઃખાવો પણ છે.

​કોરોનરી ધમની રોગનું નિદાન

WebMd અનુસાર, જો તેનો ઇલાજ ના કરવામાં આવે તો દર્દીને સીએડી અટેક (CAD heart attack symptoms) આવી શકે છે. તેના નિદાન માટે સૌથી પહેલાં તેના લક્ષણોને ઓળખો અને યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લો. તેના ઇલાજ અગાઉ ડોક્ટર ઇસીજી (Electrocardiogram-ECG or EKG), ઇકોકાર્ડિયોગ્રામ અથવા એક્સરસાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ (Stress test)ની સલાહ આપી શકે છે. જેથી દર્દીને કોરોનરી ડિઝિઝ છે કે તેનું નિદાન થઇ શકે.

​કોરોનરી ધમની રોગનો ઇલાજ

નિદાન બાદ ડોક્ટર દ્વારા આપેલા નિર્દેશોનું પાલન કરો. ક્લિવલેન્ડ ક્લિનિક (Cleveland Clinic) અનુસાર, ધમની રોગ માટે ત્રણ પ્રકારના ઉપચાર ઉપલબ્ધ છે –

  • ચિકિત્સા પ્રબંધન અને જીવનશૈલીમાં બદલાવ
  • એન્જીયોપ્લાસ્ટી
  • બાયપાસ સર્જરી

જો તમારાં એન્જીયોગ્રાફી રિપોર્ટમાં ગંભીરતા અને બ્લોકની સંખ્યાના આધારે ઉપયુક્ત ઉપચાર કરવામાં આવે છે.

​સ્વસ્થ રહેવા માટે શું કરશો

જો તમને આ બીમારી હોય, તેનો ઇલાજ ચાલી રહ્યો હોય અથવા ભવિષ્યમાં આ પ્રકારની બીમારીથી બચવા ઇચ્છતા હોવ તમારે નિયમિત દવાઓ અને તપાસની સાથે સાથે જીવનશૈલીમાં કેટલાંક બદલાવ કરવા જોઇએ. બાયપાસ સર્જરી બાદ બ્લડપ્રેશર અને બ્લડશુગર, કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખવા સૌથી વધારે જરૂરી હોય છે. આ સિવાય હેલ્ધી ડાયટ લો, ભોજનમાં તમામ જરૂરી પોષકતત્વો સામેલ કરો. તાજા ફળ, શાકભાજી, સાબુત અનાજ, કઠોળ અને દાળ ખાવ. જંક, મસાલેદાર, ઓઇલી કે પ્રિઝર્વેટિવ્સ ભોજનથી બચો. ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળો. તણાવ મુક્ત રહો, દરરોજ એક્સરસાઇઝ કરો અને વજનને નિયંત્રણમાં રાખો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો

Source link