આ કંપનીનો સ્ટોક 13 ટકા ગગડી ગયો, છતાં બતાવી શકે છે મોટી કમાલ! રાકેશ ઝુનઝુનવાલા

 

Stock Market Updates : અમુક કંપનીના શેર્સને લાંબી રેસના ઘોડા માનવામાં આવે છે. કોઈક વાર આવા ઘોડા ધીમા પડી જાય, તો પણ મંજાયેલા ખેલાડીઓને ખબર હોય છે કે આગળ જતા આ જ ઘોડો ‘ડાર્ક હોર્સ’ સાબિત થઈને રેસ જીતી બતાવશે! રાકેશ ઝુનઝુનવાલાની ગણતરી ભારતીય શેર બજારના આવા જ એક મંજાયેલા ખેલાડી તરીકે થાય છે. હાલમાં પ્રમાણમાં નબળા પડેલા એક શેરમાં રાકેશ ઝુનઝુનવાલાએ મોટું રોકાણ કર્યું છે. આ શેર વિશેની માહિતી જાણીને આગામી સમયમાં એના ઉપર નજર રાખવા જેવી છે.

ઓટો સેક્ટરના આ શેર પર રાખો નજર

TATA Motors ના શેરમાં (TATA Share Prise) 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં માર્કેટના બીગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં પોતાની હિસ્સેદારી જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. સ્ટોક માર્કેટના નિષ્ણાંતોના કહેવા મુજબ નિફ્ટી ઓટો ઇન્ડેક્સે હાલમાં જ 11,000ના લેવલ પર બ્રેક આઉટ આપ્યું છે, અને આ જ લેવલ જાળવી રાખ્યું છે. સેમીકન્ડકરની પ્રાપ્યતા હવે પછીઅં સત્રો દરમિયાન TATA Motors અને અન્ય ઓટો સ્ટોકને વેગ આપી શકે એમ છે.

કેટલે સુધી જઈ શકે છે શેરનો ભાવ?

TATA Motors ના અત્યાર સુધીના પ્રદર્શનને આધારે ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા જેવા નિષ્ણાંતો માને છે કે ઓટો ઇન્ડેક્સ 11,000 પર બ્રેક આઉટ બાદ લેવલ જાળવી રાખશે. જો TATA Motors ના શેર્સની વાત કરીએ તો 430 રૂપિયાની ગિરાવટ સુધી આ શેર ખરીદી શકાય છે. આવનારા સમયમાં આ શેર 470 થી 480 રૂપિયા સુધી જઈ શકે છે. TATA Motors ના શેર્સમાં સંભવિત ઉછાળા અંગે વાત કર્તા પ્રોફિટ માર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ કહે છે કે હાલની તેજીની ઓટો સેક્ટરના શેર્સ લગભગ દૂર જ રહ્યા છે. પરંતુ અનલોક થીમ અને સેમીકંડકટરની પ્રાપ્યતાને કારણે આગામી દિવસો દરમિયાન આ શેર્સમાં તેજી જોવા મળી શકે છે. TATA Motors એ એક ક્વોલિટી ઓટો સ્ટોક છે, જેના આધારે નફો કમાઈ શકાય છે.

રાકેશ ઝુનઝુનવાલા કેટલી હિસ્સેદારી ધરાવે છે?

જાન્યુઆરીથી માર્ચ 2022 દરમિયાનની શેર્સની હોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) પાસે 1.18 ટકાની હિસ્સેદારી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 દરમિયાન પણ એમની હિસ્સેદારી લગભગ આટલી જ હતી. ટૂંકમાં તેજીની અસર નહોતી દેખાઈ, તેમ છતાં રાકેશ ઝુનઝુનવાલા જેવા બીગ બુલે TATA Motors ના શેર્સમાં પોતાની હિસ્સેદારી જાળવી રાખવાનું યોગ્ય ગણ્યું છે.

Source link