આવી રીતે કાળા સમુદ્રમાં ડુબ્યુ રશિયન યુદ્ધ જહાજ મોસ્કવા, જુઓ વીડિયો!

 

મોસ્કવા ડૂબતા પહેલાનો વીડિયો વાયરલ

મોસ્કવા ડૂબતા પહેલાનો વીડિયો વાયરલ

રશિયન યુદ્ધ જહાજ મોસ્કવાની કેટલીક તસવીરો અને એક વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે, જે તે કાળા સમુદ્રમાં ડૂબ્યુ તે પહેલાનો હોવાનો દાવો કરવામાં આવે છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, વીડિયો અને તસવીરો રશિયન મિસાઈલ ક્રૂઝરની સાઈઝ અને ડિઝાઈન સાથે મેળ ખાય છે. રશિયાનો દાવો છે કે જહાજને ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે તેના પર સંગ્રહિત દારૂગોળામાં વિસ્ફોટ થયો હતો અને તે તોફાનથી કાળા સમુદ્રમાં ડૂબી ગયુ હતુ. યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાના આટલા મોટા યુદ્ધ જહાજ પર મિસાઈલથી હુમલો કરીને નાશ કર્યો છે.

વિનાશ પહેલા પહેલાં મોસ્કવા આવુ હતું

વિનાશ પહેલા પહેલાં મોસ્કવા આવુ હતું

નવા ફોટા અને વીડિયો રશિયા અથવા યુક્રેનના દાવાને સમર્થન આપી શકતા નથી. પરંતુ, 3-સેકન્ડના વિડિયો પરથી એટલુ સમજી શકાય છે કે તે સમયે તોફાન જેવી સ્થિતિ નહોતી. ઓનલાઈન વાયરલ થઈ રહેલી તસવીરો અનુસાર, તે 14 એપ્રિલની છે, જે યુક્રેને હુમલાનો દાવો કર્યાના એક દિવસ બાદ છે. આ વીડિયો કદાચ રેસ્ક્યુ બોટમાંથી બનાવવામાં આવ્યો હતો. વહાણની જમણી બાજુએ એક નાની હોડી છે, જે તેને ખેંચી રહી છે. યુદ્ધ જહાજમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે અને એવું પણ જોવા મળી રહ્યું છે કે જહાજનો એક ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.

રશિયા અને યુક્રેનના અલગ-અલગ દાવા

રશિયા અને યુક્રેનના અલગ-અલગ દાવા

તસવીરોના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જહાજમાં એક કાણું હતું, જેના કારણે તેની અંદર ઘણું પાણી ભરાઈ ગયું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જહાજની તમામ લાઇફ બોટને તૈનાત કરી દેવામાં આવી છે. ગયા બુધવારે યુક્રેને દાવો કર્યો હતો કે તેણે તેની નેપ્ચ્યુન મિસાઇલથી મોસ્કવાને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું હતું. અજાણ્યા અમેરિકી અધિકારીઓએ અમેરિકી મીડિયાને જણાવ્યું છે કે તેઓ યુક્રેનના દાવા પર વિશ્વાસ કરે છે. જ્યારે, રશિયા ક્ષતિગ્રસ્ત જહાજ ડૂબવાનું કારણ ‘સમુદ્ર તોફાન’ ગણાવી રહ્યું છે.

મિસાઈલ હુમલાના કારણે તબાહ થયુ - નિષ્ણાત

મિસાઈલ હુમલાના કારણે તબાહ થયુ – નિષ્ણાત

બીબીસી કહે છે કે તેણે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના નૌકા નિષ્ણાત જોનાથન બેન્થમને જહાજના ફોટો બતાવ્યા છે, જેમણે કહ્યું છે કે આ ફોટો “ચોક્કસપણે” સ્લાવા-ક્લાસ ક્રૂઝર અને “કદાચ” મોસ્કવાની હતી. તેણે તસવીરોના આધારે એમ પણ કહ્યું છે કે નુકસાનને જોતા એવું લાગે છે કે તે નેપચ્યુન મિસાઈલને કારણે થયું છે, પરંતુ તેણે અન્ય શક્યતાઓને પણ નકારી નથી. રશિયાના દાવા મુજબ આ જહાજ ડૂબવાથી કોઈને ઈજા થઈ નથી.

મોસ્કવા કેવું હતું?

રોઇટર્સ અને બીબીસીના સંશોધન મુજબ, મોસ્કવાની ક્રૂ ક્ષમતા 510 હતી. તેની લંબાઈ 186.4 મીટર હતી. તે 32 નોટીકલ માઈલ અથવા 59 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાવી શકતું હતુ. તેની રેન્જ 19,000 કિમી હતી અને તેના પર હેલિકોપ્ટર તૈનાત હતું.

Source link