આલિયા ભટ્ટે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો કરી શૅર; કરિશ્માની દીકરી રહી લાઇમલાઇટમાં

Alia Bhatt in Red-White Dress at Christmas Party 2022: આલિયા ભટ્ટે લગ્ન બાદ ફર્સ્ટ ક્રિસમસ સેલિબ્રેશન કપૂર ફેમિલી સાથે કર્યુ છે. રણબીર કપૂર સાથે તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. જો કે, આ પાર્ટીમાં સૌથી વધારે ધ્યાન અને લાઇમલાઇટમાં કરિશ્મા કપૂરની દીકરી સમાયરાનો લૂક રહ્યો હતો.

આલિયા ભટ્ટે ફેમિલી સાથે જે તસવીરો શૅર કરી છે, જેમાં તમામ લોકો રેડ, વ્હાઇટ એન્ડ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. આલિયાએ આ દરમિયાન રૅપ મિની ડ્રેસ પહેર્યો હતો. આલિયાના આ શોર્ટ ડ્રેસમાં વેસ્ટ પર ફેબ્રિક વેલ્ટ અટેચ કરવામાં આવ્યો છે. પોતાના લૂકને એક્ટ્રેસે વ્હાઇટ હીલ્સ, મિનિમલ મેકઅપ અને હૂપ ઇયરિંગ્સથી કમ્પલિટ કર્યો છે.

(Images: Instagram/ @etimes, @aliabhatt)

​રણબીરનું બ્રાઉન બ્લેઝર

આલિયાનો બીજો લૂક રેડ કલરના લૂઝ ફિટિંગ શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યો જેામં બેલ સ્લિવ્સ આપવામાં આવી હતી. આ તસવીરમાં રણબીર કપૂર પણ બ્લેક ટીશર્ટ, બ્લૂ જીન્સ અને બ્રાઉન બ્લેઝરમાં જોવા મળ્યો હતો.

​સમાયરાનો લૂક

કરિશ્માની દીકરી સમાયરા કપૂર આમ તો સિમ્પલ લૂકમાં પાર્ટીમાં પહોંચી હતી, પરંતુ તેનો કેઝ્યુઅલ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. મમ્મીની હાઇટ સુધી પહોંચી ગયેલી સમાયરાએ વ્હાઇટ કલરના શર્ટની સાથે ઓલિવ ગ્રીન કલરનું બેગી પેન્ટ્સ પહેર્યુ હતું, જે તેના લૂકને સ્માર્ટ ટચ આપી રહ્યું છે. સમાયરાએ પોતાના શર્ટના સેન્ટર ત્રણ બટન્સ બંધ રાખ્યા હતા અને સ્લિવ્સ ફોલ્ડ કરી હતી. આ ફેશનિસ્ટાએ વાળને સ્ટ્રેટ રાખીને સેન્ટર પાર્ટેડમાં સ્ટાઇલ કર્યા હતા. વ્હાઇટ કલરના શૂઝ અને લાઇટ મેકઅપની સાથે તેણે લૂકને રાઉન્ડ ઓફ કર્યો હતો.

​નીતુ કપૂરનો લૂક

નીતુ કપૂર ભલે 64 વર્ષના થઇ ગયા હોય પરંતુ તેની સ્ટાઇલ હંમેશા જ લોકોને પસંદ આવે છે. વ્હાઇટ લોન્ગ કૂર્તી, બ્લેક પલાઝો પેન્ટ્સની સાથે ગળામાં ફંકી નેકલેસ અને બ્લેક શેડ્સમાં રણબીરની મમ્મીનો લૂક એલિગન્ટ લાગી રહ્યો હતો.

Source link