આર્યન ખાન ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સૈલનું મૃત્યુ થવાથી ખળભળાટ, જાણો શું હતુ કારણ

નેશનલ ડેસ્ક : દેશમાં ઓક્ટોબર મહિનામાં ચકચાર મચાવનાર આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસમાં મહત્વના સાક્ષી રહેલા પ્રભાકર સૈલનું મૃત્યુ થયું છે. પ્રભાકરના વકીલ તુષાર ખંડારેએ શુક્રવારે આપેલી માહિતી અનુસાર ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

પ્રભાકર સૈલના દાવાથી તપાસની પદ્ધતિ બદલાઈ ગઈ

આર્યન ખાનનાં અરેસ્ટ થયા બાદથી પ્રભાકર સૈલ ચર્ચામાં આવ્યા હતા. પ્રભાકર સૈલના ખુલાસા બાદ ડ્રગ્સ કેસમાં નવો વળાંક આવ્યો હતો. આ આરોપ બાદ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રભાકર સૈલ NCBની વિજિલન્સ ટીમે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે ક્રુઝ પાર્ટીના દરોડા દરમિયાન તે ગોસાવી સાથે હતો. આર્યન ખાનની ધરપકડ બાદ તેણે ગોસાવીને 25 કરોડ રૂપિયાની સોદાબાજી કરતા સાંભળ્યા હતા.

પ્રભાકર સૈલે જ કિરણ ગોસાવી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. કિરણ ગોસાવીએ કથિત રીતે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી પાસેથી પૈસા લીધા હતા. પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે ક્રૂઝ પાર્ટી રેડ સમયે તેઓ ગોસાવી સાથે હતા. કિરણ ગોસાવી એ જ વ્યક્તિ છે જેની આર્યન ખાન સાથે સેલ્ફી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. અત્રે જણાવવાનું કે પ્રભાકર સૈલ આર્યન ખાન ડ્રગ કેસના સ્વતંત્ર સાક્ષી હતા. તેમણે દાવો કર્યો હતો કે તે કિરણ ગોસાવીના બોડીગાર્ડ હતા. પ્રભાકરે ખુલાસો કર્યો હતો કે કિરણ ગોસાવી સૈમ નામના વ્યક્તિ સાથે ફોન પર 25 કરોડ રૂપિયાથી વાત શરૂ કરીને 18 કરોડ રૂપિયામાં ડીલ ફિક્સ કરવાની વાત કરતા હતા. શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનનું નામ પણ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું. તે ઘણા દિવસોથી NCBની કસ્ટડીમાં હતો.
 

આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

પ્રભાકર સૈલના મૃતદેહને આજે સવારે 11 વાગે તેમના ઘરે લાવવામાં આવશે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. NCB તપાસના સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રભાકર સૈલ ઘણી ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં તેને મહત્વનો સાક્ષી માનવામાં આવતો હતો.

કોણ હતા પ્રભાકર સૈલ?

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પ્રભાકર સૈલ સ્વતંત્ર સાક્ષી હતો. પ્રભાકરે દાવો કર્યો હતો કે તે કિરણ ગોસાવીનો અંગત અંગરક્ષક હતો. પ્રભાકર સૈલે સોગંદનામામાં NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ઉપર પણ આરોપ લગાવ્યો હતો. સૈલનું કહેવું હતું કે વાનખેડે મામલાના સ્વતંત્ર સાક્ષીઓને ખરીદવાની કોશિશ કરી રહ્યા હતા.

Source link