આયુર્વેદ અનુસાર તમારે ટાળવા જોઈએ આ 3 સુપરફૂડ્સ!

 

સારા સ્વાસ્થ્ય માટે એક નિયમિત રુટિન અનુસરવું ખૂબ જ અગત્યનું છે. આ ઉપરાંત ફિટનેસ જાળવવા માટે યોગ્ય ડાયેટ પણ મહત્વ ધરાવે છે. જેમાં તમે કયો ખોરાક લો છો તે પણ અગત્યનું છે. ‘સુપરફૂડ’ આ એક એવો શબ્દ છે. જેણે ગત દશકમાં સ્વાસ્થ્ય અને ફિટનેસની દુનિયામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ શબ્દનો ઉપયોગ ખાદ્યપદાર્થોના સંદર્ભમાં કરવામાં આવે છે. જે ઓછામાં ઓછી કેલરી પર વધારામાં વધારે પોષણ તેમજ લાભ પ્રદાન કરે છે. આમ જોવા જઈએ તો અનેક સુપરફૂડ છે પરંતુ જો આ સુપરફૂડનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

આવા સુપરફૂડનું વધારે સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચી શકે છે. આયુર્વેદ એક્સપર્ટ ડોક્ટર રેખા રાધમણિએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ત્રણ સુપરફૂડ્સનું લિસ્ટ મૂક્યું હતું. જેનું વધારે સેવન ન કરવું જોઈએ.

​પીપળી

પીપળી એક વિદેશી જડીબુટ્ટી છે. જેનો વ્યાપક રીતે ખાદ્ય પદાર્થના સ્વાદ સુધારવા માટે તેમજ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. ગ્લાઈકોસાઈડ્સ, યૂઝેનોલ્સ, લ્કલોઈડ્સ, ટેરપેનોઈડ્સ અને અન્ય કુદરતી તત્વોથી ભરપૂર પીપળી અનેક સ્વાસ્થ્યપ્રદ લાભ આપે છે. આ સુપરફૂડને આહારમાં સામેલ કરવાથી કામેચ્છાને પણ વધારી શકાય છે ઉપરાંત લોહીમાં સુગર વધી ગયું હોય તો તેને નિયંત્રણમાં લાવી શકાય છે ઉપરાંત વજન પણ ઓછું થઈ શકે છે અને પાચન સંબંધિત મુશ્કેલીઓ નિવારી અને પાચનને પણ વધારી શકાય છે. આ ઉપરાંત જો ઝાડા થઈ ગયા હોય તો તેને પણ અટકાવી શકાય છે. જોકે, આ જડીબુટ્ટીનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી અથવા તો લાંબા સમય સુધી પાઉડર તરીકે લેવામાં આવે તો વાત્ત, પિત્ત તેમજ કફને અસંતુલિત કરી શકે છે. આ અપચો, પેટમાં દુઃખાવો, ખંજવાળ, ચામડીમાં લાલાશ આવવી તેમજ ચામડીમાં સોજો પણ લાવી શકે છે.

​એપલ સિડર વિનેગર

એપલ સિડર વિનેગર અથવા તો એસીવી હાલના સમયનું સૌથી લોકપ્રિય સુપરફૂડ છે. જેનો ઉપયોગ કરીને લોકો રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે તેમજ વજન ઓછું કરી શકે છે અને પાચનશક્તિ પણ સુધારી શકે છે તેમજ લોહીમાં કોલેસ્ટ્રોલ અને શર્કરાના સ્તરને પણ ઓછું કરી શકે છે. જોકે, ACVનું વારંવાર સેવન કરવું એ તમારા સ્વાસ્થ્ય માટે ઉલટો દાવ સાબિત થઈ શકે છે. ઉપરાંત વધારે સેવનથી તમારે દુષ્પરિણામ પણ ભોગવવું પડશે. એપલ સિડર વિનેગર ખાટું હોય છે જેનાથી વાત્ત, પિત્ત અને કફ પર પણ અસર પડે છે. પાતળો રસ પાચક રસના ઉત્પાદનને વધારે છે તેમજ વધારે પડતા ઉપયોગના કારણે ચામડીમાં ખંજવાળ આવી શકે છે અને લાલાશ પડતી થઈ શકે છે. આ ઉપરાંત તમને પેટમાં અલ્સર થવાની પણ શક્યતા રહે છે.

​મીઠું

મીઠું એ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતું એક સામાન્ય પદાર્થ છે. મોટાભાગના દેશોમાં મીઠામાં આયોડિન હોય છે. જે એક ખનિજ તરીકે કામ કરે છે અને પોષકતત્વોની ઉણપ ઓછી કરવામાં પણ મદદરુપ કરે છે. આ માટે જ હંમેશા આયોડિનયુક્ત મીઠું લેવાનો આગ્રહ કરવામાં આવે છે. જોકે, મીઠામાં સોડિયમ પણ હોય છે જેનું વધારે માત્રામાં સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસર પડી શકે છે. આયુર્વેદ અનુસાર, વધારે મીઠાના સેવનથી લોહીનું ખરાબ થવું, વધારે તરસ લાગવી, બેભાન અવસ્થામાં પહોંચવું, ચામડીમાં બળતરા થવી જેવા વિકાર થઈ શકે છે. એક વયસ્ક વ્યક્તિ માટે દિવસ દરમિયાન 5 ગ્રામ મીઠું લેવાની સલાહ આપવામાં આવે છે. આ માપ કરતા વધારે મીઠું લેવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઉપરાંત આયુર્વેદમાં પણ એવું કહેવાય છે કે ભોજનમાં પણ ઉપરથી મીઠું લેવું એ ઝેર સમાન છે.

Source link