‘આજે તારુ મોઢું જોઈને જ રહીશ’ કહીને સુરત BRTSના ડ્રાઈવરે વિદ્યાર્થિનીની છેડતી કરી

 

સુરતઃ શહરે હવે ક્રાઈમ સિટી બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતના અઠવાઈલાઈન્સ વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની છેડતીનો ભોગ બની છે. બીઆરટીએસ બસના ડ્રાઈવરે આ વિદ્યાર્થિનીની છેડતી (Student Molestation)કરી હતી. ચહેરા પર દુપટ્ટો બાંધીને બેસેલી વિદ્યાર્થિનીનો દુપટ્ટો ખેંચીને ડ્રાઈવરે કહ્યું કે, આ જે તો તારો ચહેરો જોવો જ છે. એમ કહીને વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. જે બાદ આખો મામલો કતાકપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જે બાદ પોલીસે આરોપી ડ્રાઈવરની (Surat news) અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી અને અઠવાલાઈન્સ વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગઈ સવારે સાત વાગે રાબેતા મુજબ તેની બે ફ્રેન્ડ સાથે બીઆરટીએસ બસમાં બેસીને કોલેજ જવા માટે નીકળી હતી. બીઆરટીએસ બસમાં અપડાઉન કરતી આ વિદ્યાર્થિનીને બસનો ડ્રાઈવર છેલ્લાંકેટલાક સમયથી બિભત્સ નજરથી જોતો હતો. જો કે, વિદ્યાર્થિની ડ્રાઈવરને નજર અંદાજ કરતી હતી. ત્યારે ગઈ કાલે અડાજણ બસ ડેપોની સામે સિટી લીંગના બસ સ્ટેન્ડ પાસે ડ્રાઈવરે બસ ઊભી રાખી હતી. જ્યારે ડ્રાઈવરે બસ ઉભી રાખી ત્યારે તેમાં વિદ્યાર્થિની અને તેની ફેન્ડ સિવાય બીજુ કોઈ મુસાફર નહોતું. આ તકનો ગેરલાભ લઈને ડ્રાઈવરે તેની કેબિનમાંથી ઉતરીને વિદ્યાર્થિની પાસે આવી ગયો હતો.

બાદમાં ડ્રાઈવરે વિદ્યાર્થિનીની પીઠ પર હાથ ફેરવીને કહ્યું કે, તારુ મોઢુ બતાવ. આજે તો તારુ મોઢુ જોઈને જ રહીશ. આ સમયે પણ વિદ્યાર્થિનીએ કોઈ જવાબ આવ્યો નહોતો. ત્યારબાદ વિદ્યાર્થિનીએ ચહેરા પર બાંધેલો દુપટ્ટો ખેંચી કાઢ્યો હતો. આ જોઈને વિદ્યાર્થિની સહિત તેની ફ્રેન્ડ પણ ડરી ગયા હતા. આ ઘટના પછી ડ્રાઈવર બસમાંથી ઉતરીને ચાલ્યો ગયો હતો. વિદ્યાર્થિની ઘરે ગઈ અને પછી વાતની જાણ પરિવારને કરી હતી. જે બાદ પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસે ફરિયાદ બાદ કરમલા ગામમાં રહેતા 25 વર્ષીય ડ્રાઈવર કરણ કાત્રાડીયાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Source link